Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

લારીવાળી બે મહિલા વચ્ચે ડુંગળીના છોતરાં ઉડતા બબાલ

અમદાવાદના વાસણામાં નજીવી બાબતે ઝઘડો : લોકોએ છોડાવ્યા : પોલીસે પહોંચીને મામલો શાંત પાડ્યો

અમદાવાદ, તા. : અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં બે મહિલા વચ્ચે ડુંગળીના ફોતરા ઉડાવવા બાબતે ઝઘડો થયો હતો. બનાવની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી મામલો શાંત કરાવ્યો હતો. જો કે, અંગે વાસણા પોલીસે બન્ને સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અનલોક-૧માં સરકારે રેડ ઝોન સિવાયના તમામ વિસ્તારોમાં ધંધા-રોજગાર માટે સારી એવી છુટછાટ આપી છે જેથી લોકો હવે પહેલાંની જેમ પોતાનો કામ ધંધો શરૂ કરી દીધો છે. ત્યારે રોજ અમદાવાદ શહેરમાં આવેલા વાસણા વિસ્તારમાં બે શાકભાજી વેચનાર મહિલા વચ્ચે ડુંગળીના ફોતરા ઉડાવવા બાબતે મારામારી થઈ હતી. બન્ને વચ્ચે થયેલા ઝઘડાને લઈ આજુબાજુના તમામ લારીવાળાઓએ તેઓને શાંત કરાવ્યાં.

            વધુમાં બનાવની વિગત એવી છે કે, શહેરના વાસણા વિસ્તારમાં આવેલા ગુપ્તાનગરના ઠાકોર વાસમાં રહેતી સુનિતા જે શાકભાજીની લારી ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને સોનલ અજયભાઈ નામની મહિલા સુનિતાની લારીની બાજુમાં ડુંગળીની લારી લઈને ઊભી હતી. જો કે, હવાના કારણે બાજુની લારીમાંથી ડુંગળીના ફોતરા ઉડયા હતા અને શાકભાજી ગંદી થતી હોવાનું જણાવી સુનિતાએ સોનલને ફોતરા ઉડાડવા કહ્યું હતું. બોલાબાલીમાં બન્ને વચ્ચે મારામારી થવા લાગી હોવાનું પણ જાણવા મળ્યું છે. સોનલના પતિ અજયે પણ સુનિતા સાથે ઝઘડો કર્યો હતો. સુનિતાએ વાસણા પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે સોનલ અને અજય વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(9:59 pm IST)