Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ચોવિસ કલાકમાં ૪૫૫ દર્દી સ્વસ્થ થઈને ઘરે પહોંચ્યા

કોરોના મહામારી સામેનું સરકારી યુધ્ધ તેજ : ૬૮ વેન્ટિલેટર પર : રાજ્યમાં દર્દીના સાજા થવાનો દર ૬૮.૦૯ ટકા, કુલ એક્ટિવ કેસ ૪૭૭૯, સ્ટેબલ ૪૭૧૧

અમદાવાદ, તા. : એક તરફ કોરોના મહામારીએ લોકોમાં ભારે ભયનો માહોલ ઊભો કર્યો છે ત્યારે બીજી તરફ રાજ્ય સરકાર વાયરસ સામે નાગરિકોને સુરક્ષિત રાખવા અને સંક્રમણ અટકાવવા પ્રતિબધ્ધતા પૂર્વક પગલાં લઈ રહી છે. ગુરૂવારે રાજ્યમાં ૪૯૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે પણ તેની સામે ૪૫૫ જેટલા દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. સરકાર દ્વાર અત્યાર સુધીમાં કુલ ,૩૩,૯૨૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કુલ ,૨૦,૬૯૫ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવી છે જે પૈકીની ,૧૩,૨૬૨ વ્યક્તિ તો હોમ ક્વોરન્ટાઈન છે અને ,૪૩૩ લોકો ફેસિલિટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હોવાનું સરકારે તેની યાદીમાં જણાવ્યું છે.

          ગુરૂવારના રોજ સમગ્ર રાજ્યમાં કોરોનાના ૪૯૨ નવા દર્દીઓ નોંધાયા છે તથા ૩૩ લોકોનાં મોત થયા છે જેમાં  અમદાવાદમાં? ૨૮, બોટાદ, કચ્છ, ગાંધીનગર, પાટણ અને? વલસાડ ખાતે? ૦૧? વ્યક્તિઓનાં મૃત્યુ? નિપજ્યાં ?છે. અત્યાર? સુધીમાં ?રાજ્યમાં ?કુલ? ૧૧૫૫ લોકોનાં મૃત્યુ થયા છે. છેલ્લા ચોવિસ કલાકમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં ૨૯૧, સુરતમાં ૮૧, વડોદરામાં ૩૯, ગાંધીનગરમાં ૨૧ કેસ મુખ્ય છે.

ગુજરાતમાં કોરોના કેસો

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૪૧૫ કેસ સપાટી પર આવ્યા હતા.

શહેર

કેસ

અમદાવાદ

૨૯૧

સુરત

૮૧

વડોદરા

૩૯

ગાંધીનગર

૨૧

ભાવનગર

૦૨

બનાસકાંઠા

૦૬

આણંદ

૦૪

રાજકોટ

૦૨

અરવલ્લી

૦૪

મહેસાણા

૦૯

પંચમહાલ

૦૩

બોટાદ

૦૧

ખેડા

૦૪

જામનગર

૦૧

ભરૂચ

૦૧

સાબરકાંઠા

૦૪

દાહોદ

૦૪

કચ્છ

૦૧

નર્મદા

૦૪

દેવભૂમિદ્વારકા

૦૧

સુરેન્દ્રનગર

૦૧

અન્ય રાજ્ય

૦૮

કુલ

૪૯૨

(9:51 pm IST)