Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

નર્મદા જીલ્લામા ત્રણ કોરોના મુક્ત થયા ત્યાં બીજાચાર પોઝીટીવ કેસ આવ્યા :હાલ 5 સારવાર હેઠળ

મયાસી ગામના એકજ પરિવારના 3 ને રજા અપાઈ :બે આશા વર્કર એક આરોગ્ય કેન્દ્રની આયા બહેન અને એક 21 વર્ષની યુવતીના સેમ્પલ પોઝીટીવ આવતાં આંકડો 23 ઉપર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા આયુર્વેદિક કોલેજ ખાતે કાર્યરત કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં નાંદોદ તાલુકાના મયાસી ગામના પ્રફુલભાઇ પરસોત્તમભાઈ પટેલ તેમના ધર્મપત્નિ અનસુયાબેન પટેલ અને ૧૧ વર્ષિય પુત્ર કૃણાલ પટેલ આમ એક જ પરિવારના ૩ સભ્યોએ આજે કોરોનાને માત આપતા તેમને ગુરુવારે સવારે રજા અપાઇ હતી ત્યાં સાંજે નવા ટેસ્ટિંગ ગયેલા કુલ 75 સેમ્પલો ના રીપોર્ટ માથી ચાર મહીલાઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે,જેમાં રાજપીપળા સોલંકી વાસ મા રહેતા અને આરોગ્ય કેન્દ્રમા આયા તરીકે કામ કરતા મહીલા હેમાબહેન પી ગોહીલ,એક આશા વર્કર બહેન માયાબેન જે સોલંકી રહે, આરબટેકરા પાછળ હરીજનવાસ,વધુ એક આશા વર્કર બહેન સલમાબેન એ શેખ (રહે, કસ્બાવાડ રાજપીપળા) અને મોટા રાયપરા ગામની 21 વર્ષ ની યુવતી હેતલબહેન એન તડવી નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં નર્મદા જીલ્લાના કોરોના પોઝીટીવ દર્દીઓ નો કુલ આંકડો 23 ઉપર પહોંચ્યો છે.જેમાંથી હાલ 5 સારવાર હેઠળ છે.

(7:01 pm IST)