Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

નર્મદાના ઓરી ગામની બિમાર મહિલાને લોહી આપી રાજપીપળાના યુવાને જીવતદાન આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામના બીમાર વાસંતાબેન વસાવાને B નેગેટીવ ગ્રુપ લોહીની તાત્કાલિક જરૂર હોવાની જાણ સરપંચ પરિષદ-ગુજરાત,નર્મદા ઝોનના પ્રમુખ નિરંજન ભાઈ વસાવા અને બજરંગદળના કાર્યકર્તા પ્રેમસિંગભાઈ વસાવાને થતા તેમણે તાત્કાલીક રાજપીપળા ખાતે રહેતા 18 વર્ષીય યુવાન ભાર્ગવભાઈનો સંપર્ક કર્યો તેથી ભાર્ગવ ભાઈએ વિના સંકોચે મહિલાના જીવન માટે તત્કાલ રકતદાન કરી લોહી આપતા આદિવાસી બીમાર મહિલાને જીવતદાન મળ્યું હતું. ભાર્ગવભાઈએ 18 વર્ષની ઉંમરમા આ બીજી વખત જરૂરીયાતમંદને રક્તદાન કરી સમાજ ને રક્તદાન પ્રત્યે જાગૃત કરવાનુ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ભાર્ગવભાઈના પિતાએ પણ અત્યાર સુધી 22 વખત રક્તદાન કર્યું છે જેથી તેએમના પુત્ર પણ એમની રાહ પર ચાલીને જરૂરિયાત મંદ લોકોને રક્તદાન કરી જીવતદાન આપે છે.

(6:56 pm IST)