Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના રાજીનામાથી જિલ્લાનું રાજકારણ ગરમાયું

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ કોકોએ ભાજપા પર દોષારોપણ કર્યું : દબાણથી રાજીનામુ લખાવી લીધાનો આક્ષેપ કર્યો

કરજણ : રાજ્ય સભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીને વધુ એક ફટકો પડયો છે  કરજણ સિનોર મત વિસ્તારના કોંગી ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામુ ધરી દીધું છે .અક્ષય પટેલ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે કોંગ્રેસની આંતરિક જૂથબંધીના કારણે  વડોદરા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોંગી સભ્યો કાર્યકરોની અવગણના થતી હોવાનું કોંગ્રેસ સમિતિ અમદાવાદ લખેલા રાજીનામું પત્રમાં જણાવ્યું છે. તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સત્તા ગુમાવ્યાનું કારણ બન્યું છે. તેમજ કોંગ્રેસમાં જૂથબંધીના કારણે બીજા અનેક ધારાસભ્યો નારાજ હોવાનું પણ તેમણે જણાવ્યું છે છેવટે તેમણે યુકંટાળીને રાજુ આપી હોવાનું જણાવ્યું હતું  

બીજી તરફ કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરોમાં ભારે નારાજગી સાથે અક્ષય પટેલનું રાજીનામુ દબાણ પૂર્વક ભાજપ સરકારે લખાવી લીધાનું કાર્યકરોએ આક્રોશ વ્યક્ત કર્યો છે.

વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ કોકોએ ભાજપા પર દોષારોપણ વ્યક્ત કરી અક્ષય પટેલ પાસે દબાણ થી રાજીનામુ લખાવી લીધાનો આક્ષેપ કર્યો હતો.તેમજ કરજણ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ ભરત ભાઈ અમીને પણ અક્ષય પટેલ ના રાજીનામાં ની ટીકા કરી દુઃખની લાંગણી વ્યક્ત કરી છે.

(6:43 pm IST)