Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

બનાસકાંઠા જિલ્લામાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ 9 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

બનાસકાંઠા: જિલ્લામાં ભાભર તેમજ ડીસા તાલુકામાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ ૯ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. ભુજ રેન્જ આઇજીની ટીમ દ્વારા ભાભર તેમજ ડીસા તાલુકામાં રેઇડ પાડવામાં આવી હતી જેને લઇ પાંચ દિવસ અગાઉ ડીસાના એક હેડ કોન્સ્ટેબલ સહિત ડીસા તાલુકાના પાંચ પોલીસ કર્મચારીઓ સહિત કુલ ૬ લોકોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે મંગળવારે ભાભરના બલોધણ ગમે પણ ભુજ રેન્જ આઇજીની ટીમ દ્વારા જુગારધામ પર રેઇડ પાડી હતી. જેમાં બેદરકારી દાખવવા બદલ ભાભરના પોલીસ મથકના મહિલા પીએસઆઇ સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા. 

બનાસકાંઠા જિલ્લામાં ભાભર તેમજ ડીસામાં લોકડાઉનમા ંજુગારધામો ધમધમી રહ્યા હોવાની બુમ ઉઠવા પામી હતી જેને લઇ પોલીસ દ્વારા જુગારધામો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. જેમાં જુના ડીસા જુગારની રેડમાં ૭ જુગારીઓ ઝડપાયા હતા. જ પ્રકરણમાં એક હેડ કોન્સ્ટેબલ સહિત તાલુકાના ડી સ્ટાફના પાંચ પોલીસ કર્મચારીઓ મળી કુલ ૬પોલીસ કર્મચારીઓને ભુજ રેન્જ આઇજી સુભાષ ત્રિવેદીએ સસ્પેન્ડનો ઓર્ડર કર્યો હતો. જ્યારે ભાભર તાલુકાના બલોધણ ગામે ચાલતા જુગારધામ પર ભુજ રેન્જની સાઇબર ક્રાઇમ ટીમે છાપો મારતા જુગાર રમતા ૧૨ નબીરાઓને ઝડપી પાડયા હતા. પરિણામે મહિલા પીએસઆઇ સહિત બે પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બહાર આવી હતી. જેને લઇ મંગળવારે રાત્રે મહિલા પીએસઆઇ સહિત બે પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી બહાર આવી હતી. જેને લઇ મંગળવારે રાત્રે મહિલા પીએસ આઇ સહિત ત્રણ પોલીસકર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને લઇ ને પોલીસ બેડાંમાં ખરભરાત મચી ગયો હતો. 

(6:07 pm IST)