Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ઈડરના દિયોલીમાં નવા બંધાઈ રહેલ મકાનમાં પાણી છાંટવું યુવાનને ભારે પડ્યું:અકસ્માતે વીજ કરંટ લાગતા કમકમાટીભર્યું મૃત્યુ

ઈડર: શહેરના દિયોલીમાં નવા બંધાઈ રહેલા મકાનમાં પાણીનો છંટકાવ કરતા યુવકને અકસ્માતે વીજ કરંટ લાગતાં મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે અકસ્માતે મોત (એ.ડી.)ની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

દિયોલી ગામે રહેતો ભરતભાઈ સાંજાભાઈ પટેલ નામનો યુવક બુધવારે સવારે તેના નવા બંધાઈ રહેલા મકાનમાં ઈલેક્ટ્રીક મોટરથી પાણીનો છંટકાવ કરતો હતોતેવામાં અકસ્માતે જોરદાર વીજકરંટ લાગતાંયુવક જમીન પર પછડાઈ ગયો હતો. દરમિયાન તે જ વખતે યુવકના પિતરાઈ ભાઈએ ખેતરમાંથી ઘરે આવી નજરો-નજર આ ઘટના જોતાં જ દોડી જઈ સુકા લાકડા વડે વીજ કરંટવાળા વાયરના સકંજામાંથી યુવકને મુક્ત કર્યો હતો.

(6:05 pm IST)