Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

SGVP ગુરુકુલ હોલિસ્ટીક હોસ્પિટલમાં કોરોના પોઝીટીવ દર્દીઓને એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વયથી સારવાર કરવામાં આવી રહી છે. દર્દીઓને દરરોજ ઓન લાઇન યોગ અને પ્રાણાયામ કરાવવામા આવે છે

અમદાવાદ તા. 4: અમદાવાદ ખાતે  શા.માધવપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષ નીચે ચાલતી ગુરુકુલ હોલિસ્ટીક હોસ્પિટલમાં યોગ, આયુર્વેદ અને એલોપથીનો સુભગ સમન્વય થયેલો છે.

    SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં કોવિડ-19ના દર્દીઓના તણાવ, હતાશા દૂર કરવા માટે   એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વયથી કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરવામાં આવે છે.

      હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને ગળામાં સોજો, તાવ, ઝાડા, અશક્તિ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ હોય છે. સમસ્યા ઉપરાંત સૌથી મોટી સમસ્યા છે, મહામારીને કારણે ફેલાયેલા ડરની અસર. પરિણામે મોટા ભાગના દર્દીઓ ભયભીત  મુંઝાયેલા, ગભરાયેલા તેમજ ખૂબ તણાવ (સ્ટ્રેસ)માં અને હતાશ થયેલા હોય છે. મનઃસ્થિતિમાંથી દર્દી બહાર નીકળે ત્યાં સુધી કોઇપણ સારવારનું ઝડપી પરિણામ આવતું નથી.

   તે માટે SGVP હોલિસ્ટીક હોસ્પિટલના યોગ નિષ્ણાંત હેતલ દેસાઇ અને અન્ય વૈદ્યોએ  કોરોના મહામારીના સંદર્ભમાં યોગને ત્રણ તબક્કામાં વર્ગિકૃત કર્યા છે.

.ઇમ્યુનિટી બુસ્ટર યોગ: કોરોના મહામારીના સમયગાળા દરમિયાન સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાય રહે અને કોરોના વિષાણુઓથી વ્યક્તિ સંક્રમિત થાય માટે રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે યોગાસન, ધ્યાન  પ્રાણાયામ, વગેરે દરરોજ  કરાવવામાં અાવે છે.

.માઇન્ડ પાવર યોગ :કોરોના આશંકિત અને કોરોના પોઝીટીવ દર્દીઓના ડર, તણાવ દૂર કરવા માટે માઇન્ડ પાવર યોગ કરાવવામાં આવે છે. મનની શક્તિ વધતાં મુંઝવણ, મિથ્યાભાવ, તણાવ દૂર થાય છે અને વ્યક્તિ હળવાશ અનુભવે છે. દર્દીમાં આત્મવિશ્વાસ વધે છે.

. બ્રિધીંગ પાવર યોગ: કોરોના જેવા વિષાણુઓથી ફેફસા સંક્રમિત થાય છે ત્યારે શ્વસનતંત્ર વધારે નબળું પડે છે. શ્વસનતંત્ર પુરી ક્ષમતા સાથે કામ કરે માટે વિશેષ પ્રકારના પ્રાણાયામ કરાવવામાં આવે છે. જેથી ઓક્સિજનનો પૂરતો પુરવઠો લોહીને મળી શકે. રીતે SGVP હોલિસ્ટીક હોસ્પિટલમાં યોગ, આયુર્વેદ અને એલોપથીના પવિત્ર સમન્વયથી કોરોનાથી સંક્રમિત દર્દીઓ ઝડપથી કોરોનામુક્ત થાય. જેટલા ઝડપથી દર્દીઓને કોરોનામુક્ત કરી શકાય તેટલો દર્દી પર ખર્ચનો બોજ ઓછો થાય.

ડો. હેતલબેન દેસાઇ દ્વારા કોરોનાના સંકલિત દર્દીઓને દરરોજ ઓન લાઇન યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવે છે.

અત્યાર સુધીમાં SGVP  હોલિસ્ટીક હોસ્પિટલમાં દાખલ થયેલા ૨૦ ઉપરાંત કોરોનાના દર્દીઓ ટુંક સમયમાં સાજા થયા છે.

(4:21 pm IST)