Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

અમદાવાદના કઠવાડામાં ભરઉનાળે GEBએ પાણીના બોરનું લાઈટ કનેક્શન કાપતા સ્થાનિક લોકોમાં રોષ

કઠવાડા જીઆઇડીસી મધુમાલતી આવાસ યોજના રહીશોએ હોબાળો મચાવ્યો

 

 અમદાવાદના કઠવાડા જીઆઇડીસી મધુમાલતી આવાસ યોજના રહીશોએ હોબાળો મચાવ્યો હતો. પાણીના બોરનું લાઈટ કનેક્શન GEB કાપી નાખતા લોકોમાં નારાજગી ફેલાઈ છે. સ્થાનિકોએ મામલે સોસાયટીના પૂર્વ ચેરમેનને જવાબદાર ઠેરવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે કઠવાડાની મધુમાલતી આવાસ યોજનાના રહીશો નારાજગી સાથે ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. સોસાયટીનું સાડા પાંચ લાખનું બિલ ભરપાઈ નહિ થતા GEB પાણીના બોરનું કનેક્શન કાપી નાખ્યું છે. જેથી કાળઝાળ ગરમીમાં સોસાયટીના 500થી વધુ પરિવારોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે સોસાયટીના પૂર્વ ચેરમેન અત્યાર સુધી ભરેલા મેન્ટેનન્સનો હિસાબ આપ્યો નથી. અને એક વર્ષથી ચેરમેન પદ છોડી બીજે રહેવા જતા રહ્યા છે. આવાસ યોજનાના પૂર્વ ચેરમેન અને ઔડાના અધિકારીઓની મિલીભગતનો પણ લોકો આક્ષેપ કરી રહ્યાં છે.

(10:12 pm IST)