Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

વ્યારાના રીક્ષા ચાલકની દરિયાદિલી: છેલ્લા 25 વર્ષથી રિક્ષામાં પીવાનું પાણી ભરી માનવ સેવાનું કાર્ય કરે છે

વ્યારા:વ્યારામાં છેલ્લા રપ વર્ષથી પોતાની ઓઠો રીક્ષામાં પીવાનું પાણી ભરી માનવ સેવાનું કાર્ય કરતા ઓટો ચાલક પહેલા ઓટો રીક્ષામાં પાણીનો કારબો રાખતા હતા. હવે નીર (જગ) પણ રાખે છે. બારડોલી નજીક અકસ્માત દરમિયાન પાણી માટે તરસ્તા શખ્સને જોઈ જળ સેવાનો તેમને વિચાર આવ્યો હતો.

એક સમયે સરળતાથી મળતા પીવાનાં પાણીની મોટા ભાગનાં વિસ્તારોમાં અછત વર્તાઈ રહી છે. મફતમાં મળતું પાણી પણ રૂપિયા આપીને ખરીદવું પડે છે. સેવા ભાવી સંસ્થાઓ અને સરકાર દ્વારા પણ પાણીની પરબ બનાવી, પાણીની સેવા પુરી પાડે જ છે. ત્યારે વ્યારામાં એક એવા પમ વ્યક્તિ છે જે હંમેશા પોતાની રીક્ષા સાથે પીવાનું પાણીનો જાર બાંધી વિના મુલ્યે પાણી પીવડાવી માનવ સેવાનું કાર્ય કરે છે. 

(5:33 pm IST)