Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૩૧ દિવસમાં ૧૦૬૨ કેસ

કમળાના ૨૩૨, ટાઇફોઇડના ૫૩૭ કેસષ્ઠ : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહી : ઝેરી મેલેરિયાના ૧૧ કેસ સપાટીએ

અમદાવાદ, તા.૩ : અમદાવાદ શહેરમાં વધતી જતી ગરમી વચ્ચે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. ઉનાળાની સિઝનના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ફ્લાઇંગ સ્કવોર્ડ વિભાગ દ્વારા અલગ અલગ ઝોનમાં ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ હેઠળ જુદા જુદા ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમુના લઇને ચકાસણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં માત્ર ૩૧ દિવસના ગાળામાં જ ઝાડા-ઉલ્ટીના ૧૦૬૨ અને ટાઈફોઈડના ૫૩૭ કેસ સપાટી પર આવ્યા છે. કમળાના ૨૩૨ કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગ જેમ કે ડેન્ગ્યુ,  ચિકનગુનિયાના આંકડા ઉપર નજર કરવામાં આવે તો સાદા મેલેરિયાના ૩૧ દિવસના ગાળામાં સત્તાવાર રીતે ૩૫૭ કેસ અને ઝેરી મેલેરીયાના ૧૧ કેસ નોંધાઈ ગયા છે. મે ૨૦૧૮માં ૧૦૩૨૪૧ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જેની સામે ૩૧મી મે ૨૦૧૯ સુધીમાં ૯૦૬૯૪ લોહીના નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સિરમ સેમ્પલની વાત કરવામાં આવે તો મે ૨૦૧૮માં ૨૦૮૭ સિરમ સેમ્પલની સામે ૩૧મી મે ૨૦૧૯ સુધીમાં ૧૩૯૫ સિરમ સેમ્પલ લેવામાં આવી ચુક્યા છે. ચાલુ માસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેમાં ક્લોરિન ટેસ્ટ, બેક્ટીરીયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના, બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થોનો નાશ, ક્લોરિન ગોળીઓના વિતરણ જેવા પગલા સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. ઉપરાંત નમૂનાઓના ટેસ્ટ પણ લેવાયા છે. છેલ્લા એક અઠવાડિયામાં અમદાવાદ શહેરમાં ફુડ ડિસ્ટ્રક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનેકને નોટીસ ફટકારવામાં આવી છે. ૪૯૭૦ કિલોગ્રામ ખાદ્ય પદાર્થોનો નાશ કરાયો છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૩ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

 

 

વિગત

મે-૨૦૧૮

મે-૨૦૧૯

સાદા મેલેરીયાના કેસો

૪૫૫

૩૫૭

ઝેરી મેલેરીયાના કેસો

૦૪

૧૧

ડેન્ગ્યુના કેસો

૨૪

૦૭

ચીકુનગુનિયા કેસો

૦૪

૦૪

પાણીજન્ય કેસો

 

 

ઝાડા ઉલ્ટીના કેસો

૧૨૫૩

૧૦૬૨

કમળો

૩૨૧

૨૩૨

ટાઈફોઈડ

૩૫૯

૫૩૭

કોલેરા

૦૦

૧૬

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૩ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ.............................................. ૧૪૦૯૦

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના............... ૧૮૯૩

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા...................... ૧૭

બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કિલો...... ૪૯૭૦

ક્લોરીન ગોળીઓનું વિતરણ........................ ૪૦૫૪૬

વહીવટી ચાર્જ........................................ ૧૬૦૧૬૦૦

(8:09 pm IST)