Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં EWS અનામત મામલે હોબાળો

વિદ્યાર્થીઓને EWS આધારિત પ્રવેશ ન આપતા સંચાલકો સામે વિરોધ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી વધુ એકવાર વિવાદમાં સપડાઈ  છે.  હવે ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા તમામ ફેકલ્ટીમાં આપવામાં આવી છે. બી.એડ. તેમજ લો-ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને EWS આધારિત પ્રવેશ ન આપતા સંચાલકો સામે વિરોધ કરવામાં આવ્યો હતો.

 અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે ઓનલાઇન એડમિશન પ્રક્રિયામાં સરકાર દ્વારા ફાળવેલ EWS આધારિત અનામત અંતર્ગત દરેક ફેકલ્ટીમાં ઓનલાઇન પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ હાલ બી.એડ. અને લો-ફેકલ્ટીમાં પ્રવેશાર્થી વિદ્યાર્થીઓને વંચિત રાખવામા આવ્યા છે. ત્યારે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારાયુનિવર્સિટીના સત્તાધીશોને વિરોધ સાથે રજૂઆત કરી આવેદન પત્ર પાઠવાયું હતું.

  બી.એડ. અને લો જેવી ફેકલ્ટીમાં માંગણી સહિતની પ્રક્રિયાથી વિદ્યાર્થીઓનેલાભ આપવામાં આવે અને આ બન્ને ફેકલ્ટીઓમાં પણ EWS પદ્ધતિ દાખલ કરવામાં આવે તેવી વિદ્યાર્થી નેતા સુભાન સૈયદ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

(7:54 pm IST)