Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ભરૂચના ઝંઘાર નજીક ઇકો ગાડી કન્ટેનર પાછળ ઘુસી જતા ચાલકનું કરૂણ મોત:કારનો કચ્ચરઘાણ બોલી ગયો

નબીપુર પાસે નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત

ભરૂચના નબીપુર નજીક નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર ઝંઘાર ગામ પાસે એક કન્ટેનર પાછળ ઇકો કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતની ઘટનામાં ઇકોના ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

  મળતી વિગત મુજબ  ભરૂચના નબીપુર નેશનલ હાઇવે નં. ૪૮ ઉપર ઝંઘાર ગામ નજીક સાંજના સમયે એક ઇકો ગાડી નં. જીજે-૧૬-બીજી-૧૨૨૧ના ચાલકનો સ્ટિયરીંગ ઉપર કાબુ ગુમાવતા આગળ ચાલી રહેલા કન્ટેનરની પાછળ ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં ઇકો કારનો ખુરદો બોલી જવા પામ્યો હતો.

અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકટોળાઓ પણ એકત્ર થયા હતા અકસ્માતની ઘટનામાં ઇકોકારના ચાલકને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા જ નબીપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સદનસીબે ઇકો કારમાં અન્ય કોઇ સવારો પણ ન હતા નહીં તો મોટાપાયે જાનહાની થવાની શક્યતા હતી

(7:35 pm IST)