Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

શામળાજી નજીક વેણપુરની સીમમાંથી ટ્રકમાં પલાસ્ટીકના બેગની આડમાં લવાતો 10 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપ્યો

મોડાસા:શામળાજી નજીક આવેલા વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતી ટ્રકને રોક તલાશી લેતાં ટ્રકમાં ગેરકાયદે લઈ જવાતો વિદેશી દારૃ ની પેટીઓ નંગ ૫૧૪ તથા છુટી બોટલો ૮૦ મળી કુલ ૬૨૪૮ બોટલો જેની કિંમત રૃપિયા ૧૦,૧૨,૧૭૬ અને ટ્રક ની કિંમત રૃપિયા ૧૦ લાખ સહિત કુલ ૨૦,૧૪,૧૭૬ રૃપિયા નો મુદ્દામાલ  શામળાજી પોલીસે ઝડપી પાડયો હતો. આ અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
શનિવારના રોજ શામળાજી નજીક વેણપુર ગામની સીમમાં પોલીસે નાકાબંધી કરી હતી. તે રદમ્યાન રાજસ્થાન તરફથી આવતી ટ્રક્રમાં વેસ્ટ ઘઉંના મેદાનો લોટ ભરેલા પ્લાસ્ટીકની બેગોની આડમાં વિદેશી દારૃની પેટીઓ નંગ ૫૧૪ તથા છુટી બોટલો નં.૮૦ મળી કુલ બોટલ નંગ ૬૨૪૮ જેની કુલ કિંમત રૃ.૧૦,૧૨,૧૭૬ મુદ્દામાલ તથા ટ્રકની કીંમત રૃપિયા ૧૦ લાખ  અને ૨ મોબાઈલ ફોન રૃ.૧ હજાર સહિત તાડપત્રી,રસ્સી કિ.રૃપિયા ૧ હજાર મળી કુલ રૃપિયા ૨૦,૧૪,૧૭૬ ના મુદ્દામાલ સહિત આરોપીઓ શામળાજી પોલીસે નાકાબંધી દરમ્યાન ઝડપી પાડયા હતા.

(5:25 pm IST)