Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં તળાવમાં ન્હાવા પડેલ પાંચ બાળકો પૈકી ત્રણનો પાણીમાં ગરકાવ

સાંતલપુર: તાલુકાના મઢુત્રા ગામમાં આવેલા તળાવમાં ન્હાવા પડેલા પાંચ બાળકો પૈકી ત્રણના ડૂબી જવાને કારણે કરૃણ મોત નિપજયા હતા. એક બાળકને ગંભીર હાલતમાં પાટણની ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જયારે પાંચમા બાળક અંગે અટકળો વહેતી થઈ છે. આ ઘટનાને પગલે મઢુત્રા ગામમાં શોકનુ વાતાવરણ ફેલાઈ ગયુ હતુ. તેમજ ઘટના સ્થળે પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો પહોચી ગયો હતો.
ગરમી અને બફારાને કારણે લોકો ત્રાહીમામ બન્યા છે. ત્યારે સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામમાં વસવાટ કરતા પાંચ બાળકો રવિવારના રોજ ગરમીથી બચવા માટે ગામના તળાવમાં ન્હાવા માટે પડયા હતા.
પરંતુ જોત જોતામાં આ માસુમ બાળકો તળાવના ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. બાળકોને ડુબતા જોઈને આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓએ તળાવમાં ડૂબી રહેલા બાળકોને બચાવવા પ્રયાસો હાથ ધર્યા હતા.

(5:25 pm IST)