Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

સોની મેકસ પર 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી'નો રવિવારે વર્લ્ડ ટેલીવિઝન પ્રીમિયર

 અમદાવાદઃ બોકસ ઓફિસ પર ધૂમ મચાવીને ૧૦૦ કરોડ (આઈ એન આર) થી વધારે કમાણી કરનાર કોમેડી અને રોમાંસનો બેજોડ સંગમ 'સોનૂ કે ટીટૂ કી સ્વીટી' હવે જૂઓ ટેલિવિઝનના પરદા પર. આ ફિલ્મનું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર રવિવારે ૧૦ જૂનના રાત્રે ૮ કલાકે હિન્દુસ્તાનની નં-૧ હિન્દી મૂવી ચેનલ સોની મેકસ પર થશે. આ ફિલ્મનું ડાયરેકશન કર્યુ છે, લવ રંજને. પોતાના યૂથફૂલ પ્લોટના કારણે સોનૂ કે ટીટૂ કી સ્વીટી દર્શકો સાથે તરત જ સૂર પકડી લે છે જેમાં મહિલાઓ અને પુરૂષો વચ્ચેનો સંઘર્ષ છે.

(3:57 pm IST)