Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

રક્ષાત્મક નીતિ અપનાવીને સસ્તા ક્ષેત્રોમાં નજર દોડાવવાનો સમય

અમદાવાદઃ ભારતીય ઈકિવટી અત્યારેએ તબક્કે છે. જયાંથી કોઈપણ રોકાણની પસંદગીમાં ઉતાવળ દાખવી ન શકે અથવા તો કોઈના રોકાણમાં વધુ પડતી સાવધાની રાખે તો રહી જવાનું જોખમ છે. ક્રિકેપ્ની ભાષામાં કહીએ તો આપણે મધ્યવર્તી ઓવર્સમાં છીએ. આ એ સમય છે જયારે ખેલાડીઓ પોતાની ઈનિંગ સુદૃઢ કરે છે અને રન બનાવવાનું જાળવે છે. વિકેટ અટપટી હોય તો વિકેટ પણ બચાવવી પડે છે.

અહીં બજારને પણ મધ્યવર્તી ઓવર્સમાં મુલવીએ છીએ. પહેલા તો શેરના ભાવો મુલ્યવાન છે. ભાવ- આવક (પીઈ) શેશિયો ૨૦ ગણો છે અને તે ૧૭ ગણી આવકોના સીરના સરેરાશ મૂલ્યાંકનથી ઊંચી બાજુ છે. ગુણવત્તાસભર શેર કોઈ સસ્તા નથી. માર્કેટ કેપ- ટુ- જીડીપીના આધારે પણ બજાર સસ્તું નથી. તેવો મત આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીના એમડી અને સીઈઓ નિમેશ શાહે વ્યકત કર્યો હતો.

મિડ અને સ્મોલ કેપ્સમાં શાહે વ્યકત કર્યો હતો. ૪૦થી ઊંચા છે. ત્યારે મોટાભાગના શેર ખર્ચાળ બન્યા છે. મિડ અને સ્મોલ- કેપ્સ પણ છેલ્લા કેટલાક વર્ષોથી ઘણા ઊંચા પહોંચ્યા છે અને નીચા મૂલ્યાંકનોની તુલનામાં આ શેરની પીછો કરીએ તો તેમાં વધુ તરલતા જતી રહે છે. આના પરિણામે આ શેર બૃહદ બજારોની પહોંચની બહાર અને અત્યારે આરામદાયક સપાટીની તુલનામાં ઘણા ધનિક બની ગયા છે.

(3:56 pm IST)