Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

અમદાવાદના રિવરફ્રન્ટ પર લગાવાશે સ્ટીલનો સૌથી લાંબો ચરખો: કામ શરૂ

અમદાવાદ :દિલ્હી એરપોર્ટ પર વિશ્વનો સૌથી લાંબો લાકડાનો ચરખો લગાવ્યા બાદ ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને (KVIC) રિવરફ્રન્ટ પર સ્ટીલનો સૌથી લાંબો ચરખો લગાવવાનું કામ શરૂ કરી દીધું છે. સ્ટીલનો ચરખો બનાવવાનું કામ ગયા શનિવારથી જ શરૂ થઈ ગયું છે. આ ચરખો સાબરમતી આશ્રમની એકદમ સામે લગાવવામાં આવશે. મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ પર આ ચરખો સમર્પિત કરવામાં આવશે

(9:10 am IST)