Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

વડોદરાની સમરસ કોવીડ હોસ્પિટલમાં ડોકટરો સહીત સાધનોની અછતના કારણોસર સારવાર લઇ રહેલ મહિલાનું મોત નિપજતા ચકચાર

વડોદરા: શહેરનીસમરસ કોવિડ સેન્ટરમાં પણ સારવાર માટે પૂરતો સ્ટાફ અને સાધનો નથી.જેની પ્રતિતી કરાવતો  કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો ધંધો કરતા હિરલભાઇ શાહે જણાવ્યુ હતું કે,મારી પત્ની નૈસર્ગીને ગત તા.૨૧ મી ના રોજ કોરોના થતા હોમક્વોરન્ટાઇન હતી.દરમિયાન ગત લી તારીખે તેને ગભરામણ થતા નિઝામપુરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.ત્યારબાદ તેનું સિટિ સ્કેન કરાવતા તેેના ફેફસામાં ૬૦ ટકા ઇન્ફેક્શન હતું .જેથી,ડોકટરે ઓક્સિજન આપવાનુ શરૃ કર્યુ હતુ.ત્યારબાદ મંગળવારે તેની હાલત વધુ બગડતા ડોક્ટરે સલાહ આપી હતી કે,તમારા  પત્નીને આઇ.સી.યુ.માં રાખવી  પડશે.અને કદાચ વેન્ટિલેટરનો સપોર્ટ પણ આપવાની જરૃર પડે.મારી હોસ્પિટલમાં આઇ.સી.યુ.અને વેન્ટિલેટરની વ્યવસ્થા નથી.જ્યાં આવી સુવિધા હોય ત્યાં તમારી  પત્નીને દાખલ કરો.મેં ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી હતી.પરંતુ,કોઇ જગ્યાએ બેડ નહી મળતા છેવટે સમરસ કોવિડ સેન્ટરમાં તેને દાખલ કરવામાં આવી હતી.ગઇકાલે મને  હોસ્પિટલમાંથી ફોન આવ્યો  હતો  કે,તમારી પત્નીનું ઓક્સિજન લેવલ ખૂબ ડાઉન થઇ ગયુ છે.તમે વેન્ટિલેટરની વ્યવસ્થા કરો.મેં કહ્યુ હતું કે,અમે ક્યાંથી વેન્ટિલેટર ક્યાંથી લાવીએ ? મેં ત્યાં આવીને વેન્ટિલેટર માટે ડોક્ટરને વિનંતી કરી હતી.ડોક્ટરે કહ્યુ હતું કે,એક વેન્ટિલેટર ખાલી થવાનું છે.પરંતુ,મારી  પત્નીને ત્યાં સુધી લઇ જવા માટે સ્ટ્રેચર નહતું.જેથી,હું ,મારા મિત્ર,અને બે આસિસ્ટન્ટ ડોક્ટર્સે ભેગા મળીને  મારી પત્નીને ઉંચકીને વ્હીલચેર પર બેસાડી હતી.અને ત્રીજા માળે ક્રિટિકલ વોર્ડ માં લઇ ગયા હતા.પરંતુ,સમયસર મારી  પત્નીને સારવાર નહી મળતા તેનું મોત થયુ હતું.હોસ્પિટલમાં  સર્વન્ટ  પણ નહતા.સરકારે ડોક્ટર્સને તમામ સાધનો અને સ્ટાફ પૂરો પાડવા જોઇએ.મારી પત્નીના મોત માટે સરકાર જવાબાદાર છે.

(5:26 pm IST)