Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

અમદાવાદમા દારૂના નશામાં શંકાશીલ પતિએ પત્નીને તેના પિયરમાં જઈ ઢોરમાર મારતા પોલીસ ફરિયાદ દાખલ

અમદાવાદ: અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભાનુમતીબહેન ખટીકે બે વર્ષ અગાઉ દીપક ખટીક સાથે બે વર્ષ અગાઉ પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નના મહિના બાદ બંને વચ્ચે ટકરાવ શરૃ થઇ ગયા હતા અને ભાનુમતી બહેન ગોમતીપુર ખાતે તેમના માતા-પિતાના ઘરે રહેવા માટે આવી ગયા હતા. બંનેને લગ્ન જીવનમાંથી દોઢ વર્ષનો પુત્ર છે.

દરમિયાન દીપક ખટીક દારૃ પીને રવિવારે રાત્રે પત્નીના પિયરે પહોંચી ગયો હતો. જ્યાં તેણે ખોટા શક બદલ પત્ની સાથે બોલાચાલી શરૃ કરી હતી. પછી અપશબ્દો બોલવા લાગ્યો હતો. અપશબ્દો નહીં બોલવા માટે ભાનુમતીબહેન તથા તેમના માતા-પિતાએ સમજાવ્યા તો તે વધુ ઉશ્કેરાયા હતા. તેમણે પછી પત્નીના પિયરના ઘરમાં લોખંડના સળિયાથી તોડફોડ કરી એલઇડી ટીવી, તીજોરીનો કાચ તોડી નાખ્યો હતો. રોકવાની કોશિષ કરી રહેલી પત્નીને પણ માર માર્યો હતો. આજુબાજુના લોકો એકત્ર થઇ જતાં તેણે જતી વખતે એવી ધમકી આપી કે, 'તું વખતે બચી ગઇ છો હવે તને જાનથી મારી નાખીશ.' મામલે દીપક ખટીક સામે વધુ ગુનો નોંધી ગોમતીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:24 pm IST)
  • રાજકોટમાં પવનનો જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં ૩૯.૪ ડીગ્રી, ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છેઃ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે હજુ એકાદ બે દિવસ મહતમ તાપમાન ૪૦-૪૨ ડિગ્રીની રેન્જમાં રહેશેઃ ત્યારબાદ બે ડીગ્રીનો વધારો જોવા મળશે access_time 4:07 pm IST

  • પાંચમીએ ભાજપના મોટા પાયે રાષ્ટ્રવ્યાપી ધરણા પૂર્વે આવતીકાલે ૪ મે થી બે દિવસની પશ્ચિમ બંગાળની મુલાકાતે જે.પી.નડ્ડા દોડયા : ચૂંટણીઓ પુરી થયા પછી પશ્ચિમ બંગાળમાં વ્યાપક હિંસા અને તોફાનોના પગલે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મંગળવારથી પશ્ચિમ બંગાળની બે દિવસની મુલાકાતે જઇ રહ્યાનું જાણવા મળે છે. access_time 12:06 am IST

  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST