Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

સુરત:મોબાઈલમાં મશગુલ 18 વર્ષીય પુત્ર અગાશી પરથી નીચે પટકાતા ગંભીર ઇજાથી મોત નિપજતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરમાંમોબાઇલમાં મશગુલ રહેવામાં જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પીપલોદ ખાતે આજે વહેલી સવારે મોબાઈલ પર ગેમ રમતી વખતે અચાનક સૂઈ ગયેલો યુવાન પહેલા માળે અગાસી ઉપરથી નીચે પટકાતા મોતને ભેટયો હતો.

નવી સિવિલ થી મળેલી વિગત મુજબ પિપલોદ ખાતે રાહુલ રાજ મોલ નજીક આવેલા મિલન બંગ્લોઝમાં રહેતો ૧૮ વર્ષીય અમિત સંતોષ ગોસ્વામી આજે વહેલી સવારે પહેલા માળે અગાસીમાંથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેથી તેને સારવાર માટે તેના પિતા ૧૦૮ એમ્બ્યુલન્સમાં નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. પિતા સંતોષભાઈએ કહ્યું હતું કે અમિત વધુ પડતો સમય મોબાઈલ પર ગેમ રમતો હતો. ગઈકાલે રાત્રે પણ તે જમીને મોબાઈલ પર ગેમ રમતો હતો.

વહેલી સવારે  પિતાની આંખ ખુલતા અમિત સુતેલો હતો.બાદમાં તે નીચે ગંભીર ઇજા પામેલી હાલતમાં મળી આવ્યો હતો. તે મોબાઈલ ગેમ રમતા રમતા અગાસીની પાળી ઉપર સુઈ ગયા બાદ નીચે પટકાતા ગંભીર ઈજા થતા તેનું મોત થયું હોવાનું અનુમાન છે. તે ધો.૧૦માં બે વખત નાપાસ થયો હતો. તેનો એક નાનો ભાઈ છે. તેના પિતા ડ્રાઇવીંગ કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવે છે. અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:23 pm IST)
  • અભિનેત્રી કંગના રનૌતનું ટ્વીટર ઍકાઉન્ટ સસ્પેન્ડ બંગાળના ચૂંટણી પરિણામ બાદ થયેલી હિંસા મુદ્દે આપત્તીજનક ટ્વીટ કર્યુ હતુ access_time 12:58 pm IST

  • રાજકોટમાં પવનનો જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં ૩૯.૪ ડીગ્રી, ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છેઃ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે હજુ એકાદ બે દિવસ મહતમ તાપમાન ૪૦-૪૨ ડિગ્રીની રેન્જમાં રહેશેઃ ત્યારબાદ બે ડીગ્રીનો વધારો જોવા મળશે access_time 4:07 pm IST

  • બંગાળ હિંસાઃ વડાપ્રધાને ખૂન-ખરાબા અંગે ચિંતા વ્યકત કરી : રાજ્યપાલ સાથે વાત કરી રીપોર્ટ માંગ્યોઃ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યોઃ સીબીઆઈ તપાસની માંગણી access_time 4:07 pm IST