Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

વડોદરા:રાત્રી કર્ફ્યુ દરમ્યાન ક્રિકેટ રમતા યુવકોએ પાઇપ-લાકડીથી હુમલો કરી અન્ય યુવાનને ઇજા પહોંચાડતા ગુનો દાખલ

વડોદરા: શહેરમાં રાત્રી કરફ્યુ દરમિયાન ક્રિકેટ રમતા યુવકોએ પાઇપ અને લાકડી વડે હુમલો કરી એક યુવાનને ઇજા પહોંચાડતા  બાપોદ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આજવા રોડ દત્તનગરમાં રહેતા કિશનસીંગ નરેન્દ્રસીગ સરદારે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યુ  છે  કે,ગઇકાલે બાર વાગ્યે  હું મારા ઘરની બહાર નીકળ્યો ત્યારે ભરવાડના છોકરાઓ ક્રિકેટ રમતા હતા.અને બોલ મારા ઘર પાસે આવ્યો હતો.નવઘણ ભરવાડે મારી પાસે બોલ માંગ્યો  હતો.મેં તેઓને કહ્યુ હતું કે,તમે આવીને  બોલ લઇ જાવ.જેથી,તેઓ ઉશ્કેરાઇ  ગયો હતો.અને મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો.નવઘણ ભરવાડ તથા તેનો ભાઇ અને વિજય ભરવાડે મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો.નવઘણે અને વિજયે પાઇપ લઇ આવીને મારા માથાના ભાગે મારી હતી.જ્યારે નવઘણના  ભાઇએ લાકડી વડે મને માર માર્યો હતો.મે ંબૂમાબૂમ કરતા મારી પત્ની અને મિત્ર દોડી આવ્યા  હતા.અને હુમલાખોરો ભાગી છૂટયા હતા.

(5:22 pm IST)
  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST

  • આજે પોરબંદર ઇલેક્ટ્રીક સ્મશાન ગૃહમાં 14 મૃતદેહ ને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો જેમાં બે કોરોના પોઝિટિવ નો સમાવેશ થાય છે access_time 11:34 pm IST

  • મુંબઈમાં ડ્રાઈવ - થ્રુ વેકસીનેશન શરૃઃ સીનીયર સીટીઝનો માટે સુવિધા : દેશભરમાં સંભવતઃ પ્રથમ પ્રયોગ : ઉદ્ધવ સરકારે સીનીયર સીટીઝનો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. સીનીયર સીટીઝને પોતાના વાહનમાં જ દાદર (પેસ્ટ) ખાતે ખાસ સુવિધા ઉભી કરી છે ત્યાં જવાનું મોટરની નીચે પણ નહિં ઉતરવાનું બીએમસી દ્વારા વાહનમાં જ કોરોના વેકસીન આપવામાં આવે છે. રોજના ૫૦૦૦ વેકસીનેશનની સુવિધા છે. દેશભરમાં ડ્રાઈવ - ઈન વેકસીનેશન સેવા સંભવતઃ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં શરૂ થઈ છે. access_time 12:49 pm IST