Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ર૪ મે થી ૪ જૂન સુધી પ્રિમોન્સુન વાવણી લાયક વરસાદ

માફક-વાવાઝોડુ, ઓગષ્ટમાં મીની વાવાઝોડુ, સપ્ટેમ્બરમાં માફકથી કયારેક ભારે વરસાદની શકયતા જુનમાં હેલી-માફકસર સાધારણથી માફક, જુલાઇમાં : ર૧ જુલાઇથી અરબી સમુદ્રમાં પ૦-પપ કિ.મી. કે તેથી વધુ ઝડપે પવન ફુંકાશે, આ સિસ્ટમ્સ ઓમાન તરફ ન ફંટાય તો સૌરાષ્ટ્રમાં ૪ ઓગસ્ટ સુધીમાં ખુબ જ સારો વરસાદ સંભવ : નૈઋત્ય ચોમાસાનો વરતારો રજૂ કરતા ધનસુખભાઈ શાહ

ચોમાસામાં જ વધારે વરસાદ વરસે એ કુદરતની અકળ લીલા છે. વૈજ્ઞાનિકો અને કૃષિકારો આ રહસ્ય પામવા માટે સદીઓથી અવિરત મથામણ કરી રહ્યા છે ભૂકેન્દ્રીય સુર્યમડળની દૈનિક ગતિવિધિ આધારિત ચોમાસા દરમ્યાન સંભવિત વરસાદી દિવસો તારવવાનું સંશોધન છેલ્લા દાયકાઓથી હાથ ધર્યું છે તે આધારે આ પૂર્વાનુમાન તૈયાર કરવાનો નૈઋત્ય ચોમાસા ઉપર ભુકેન્દ્રીય સૂર્યમંડળની અસર અંગે સૌપ્રથમ સંશોધનકર્તા શ્રી ધનસુખભાઇ શાહ દ્વારા પ્રયાસ કરાયો છે.

કેટલીક ચોખવટ

૧. જેતે વિસ્તારમાં એક સરખો વરસાદ પડતો નથી . સ્થાનિક ભૂપૃષ્ટ, પવનની ગતિ અને દિશા જેવા પરિબળોને લીધે તેમા વધઘટ જોવા મળે છે તે હકીકત ધ્યાને લઈ આ પૂર્વાનુમાનનું વિશ્લેષણ કરવું .

૨. આ પૂર્વાનુમાન પ્રસિધ્ધ થયા પહેલાં આશરે બે મહિના અગાઉ તૈયાર થયું હોઈ, ખેડૂતભાઈઓ અને સાગરખેડૂઓએ રાજ્ય સરકારશ્રી તેમ જ હવામાન ખાતા તરફથી રોજબ રોજ પ્રસિધ્ધ થતી આગાહી અને સૂયનો પણ ધ્યાને લેવા વિનતી છે.

૩. આ આગાહી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ ઉપયોગી થવા સંભવ છે. વરસાદના પ્રમાણમાં વધઘટ હોઈ શકે.

૪. (Cross Equatorial flow) ક્રોસ ઇકવેટોરીઅલ ફ્લોના નામે ઓળખાતા પવનથી પૂના, મુંબઈ અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામે છે. આ પવન સમુદ્રની સપાટીથી ૦.૯, ૧.૨ અને ૧.૫ કિલોમીટરની ઊચાઇએ વહેતો હોય છે. આ (મૌસમી) પવનથી આવનાર (ચોમાસાનો) વરસાદ વેરાવળ (ગુજરાત), પૂણે, મુંબઈ, (મહારાષ્ટ્ર) મેંગ્લોર (કર્ણાટક)ના વરસાદને અરસપરસ સંબધ હોવાનું સ્થાપિત થયું છે. સાધારણ રીતે ૨-૩૩ દિવસ આગળપાછળ આ સ્થળોના વરસાદમાં ફરક પડતો હોય છે (વાય. કે. રાજ (૧૯૯૧) (તેમ જ વરસાદના પ્રમાણમાં વધઘટ હોઈ શકે)

પ્રમાણ

(ક) ભારેથી અતિ ભારે વરસાદ : નદી નાળા છલકાય, ક્યાંક ક્યાંક પુર આવવાની શક્યતા કુવામાં પાણીની સપાટી ઉંચી આવે (૧૫૦ મીમી - ૬ર્ં થી વધુ)

(ખ) ભારે વરસાદ જમીન ધરાઈ જાય. ખેતરોમાં અને રસ્તા ઉપર પાણી વહેવા લાગે. (૭પ થી ૧૫૦મીમી.- ૩ થી ૬ વચ્ચે )

(ગ) માફકસર વરસાદ ૅં વારો વદાડી, મોલાતને ૮-૧૦ દિવસોનું જીવનદાન મળે ૨૬ થી ૭૫ મીમી - ૧ થી ૩ વચ્ચે)

(ઘ) સાધારણ : ઝાપટાં કે સરવડા ૨૫ મિમિ.- ૧ની અંદર)

ધ્યાનાકર્ષણ નોંધ

(૧) ૨૪મે થી ૪ જુન દરમ્યાન હેલી જેવો પ્રિમોન્સુન સારો કદાચ વાવણી લાયક વરસાદ જેવું જોર રહેવા સંભવ . વરસાદથી નુકસાન ન થાય માટે ખેતરમાંથી વસ્તુઓ તા. ૨૦મી મે પહેલાં સાચવી લેવી .

(૨) તા.૨૧મી જુલાઈથી અરબી સમુદ્રમાં ૫૦-૫૫ કી.મી. કે તેથી વધુ ગતિથી પવન કૂંકાવાની શરૂઆત થવા સંભવ જો આ વાતવરણ ઓમાન તરફ ન ફંટાઈ તો તા. ૪થી ઓગસ્ટ સુધીમાં સૌરાષ્ટ્રમાં ખુબ જ સારો વરસાદ થવા સંભવ.

(૩) ઉપરના બે ગાળામાં વધારે વરસાદ પડે તે માટે ખેત તલાવડી ન કરી હોય તો કરી લેવા સૂચન છે. જેથી વરસાદ ખેંચાય તો પાકને જરૂર મુજબ પાણી આપી શકાય.

- શ્રી ધનસુખભાઈ શાહ

ફોન ૯૧-૦ર૦-રપપ૩૬૩૯૮,

ઇમેલઃ dhansukhs@gmail.com  પુણે

જૂનથી સપ્ટેમ્બર સૌરાષ્ટ્ર વિસ્તારના ૮૦ તાલુકા માટેનું પૂર્વાનુમાન

મહિનો  તારીખ  પ્રમાણ     અંદાજીત તાલુકા          વિશેષનોંધ મહિનો    તારીખ      પ્રમાણ        અંદાજીત તાલુકા    વિશેષ નોંધ

જુન    ૧ થી ૪ હેલી જેવો  વ્યાપક        વાવણી કરવા          ઓગસ્ટ   ૧ થી ૪    મીની         વાવાઝોડાની        શકયતા

                                            લાયક

                                                                     ૮.૯      માફકસર   ૪૦

        ૯,૧૦,૧૧           માફકસર      વ્યાપક    

        ૧૩,૧૪,૧પ માફકસર              વ્યાપક     ઉત્તરમાં વધુ                      ૧૦થી ર૮        વરસાદની           શકયતા નથી પાકને જરૂર

                                                                                           અને સગવડ મુજબ

                                                                                           પાણી આપવુ઼

        ૧૬ થી ર૩ સાધારણથી            સૌરાષ્ટ્ર     વાદળછાયું

                 માફકસર   વ્યાપક        વાતાવરણ              ર૯.૩૦   માફકસર   ૪૦

જુલાઇ ર,૩,૪,૬ માફકસર   વ્યાપક        કયાંક ભારે સપ્ટેમ્બર   ૭,૮,૯    માફકસર   વ્યાપક

        ૮ થી ૧૩           માફકસર      વ્યાપક     કયાંક ભારે            ૧૩,૧૪        સાધારણથી          ૪૦

                                                                               માફકસર

        ૧૪ થી ૧૬          માફકસર      વ્યાપક    

        ર૧મી થી ૪         અરબી સમુદ્ર  તોફાની થવા           સંભવ    ર૬.ર૭     માફકસર        ૪પ-પ૦

        ઓગસ્ટ              જુઓ          ધ્યાનાકર્ષણ            નોંધ નં.ર             કયાંક ભારે

(4:06 pm IST)