Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રૂંઢ ગામમાં પુત્રના લગ્નમાં વધુ માણસો ભેગા કરનાર વિરુદ્ધ ગુનો દાખલ કરતી રાજપીપળા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસે રૂંઢ ગામમાં વલગ્ન માં વધુ માણસો ભેગા કરી જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ લાલ આંખ કરી છે.
 પ્રાપ્ત વિગતો અનુસાર નાંદોદ તાલુકાના રૂંઢ ગામમાં હર્ષદ ભાઇ ભગાભાઇ વસાવાએ પોતાના પુત્રના લગ્નમાં પંચોતેરથી એંસી જેટલા માણસો  ભેગા કરી તથા શ્રી ગણેશ બેન્ડ નરખડીના માલીકે લગ્નમાં બેન્ડ વગાડી ટોળુ ભેગુ કરવામાં આયોજકને મદદગારી કરી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ કરી રોગચાળાનો ફેલાવો થાય તેવું કૃત્ય કરતા રાજપીપળા પોલીસે જાહેરનામા ના ભંગ બદલ કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:43 pm IST)
  • રાજકોટમાં પવનનો જોર વચ્ચે ગરમીમાં આંશિક ઘટાડો : રાજકોટ શહેરમાં ૩૯.૪ ડીગ્રી, ૧૬ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છેઃ હવામાન ખાતાના સૂત્રોએ જણાવ્યું છે કે હજુ એકાદ બે દિવસ મહતમ તાપમાન ૪૦-૪૨ ડિગ્રીની રેન્જમાં રહેશેઃ ત્યારબાદ બે ડીગ્રીનો વધારો જોવા મળશે access_time 4:07 pm IST

  • મુંબઈમાં ડ્રાઈવ - થ્રુ વેકસીનેશન શરૃઃ સીનીયર સીટીઝનો માટે સુવિધા : દેશભરમાં સંભવતઃ પ્રથમ પ્રયોગ : ઉદ્ધવ સરકારે સીનીયર સીટીઝનો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. સીનીયર સીટીઝને પોતાના વાહનમાં જ દાદર (પેસ્ટ) ખાતે ખાસ સુવિધા ઉભી કરી છે ત્યાં જવાનું મોટરની નીચે પણ નહિં ઉતરવાનું બીએમસી દ્વારા વાહનમાં જ કોરોના વેકસીન આપવામાં આવે છે. રોજના ૫૦૦૦ વેકસીનેશનની સુવિધા છે. દેશભરમાં ડ્રાઈવ - ઈન વેકસીનેશન સેવા સંભવતઃ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં શરૂ થઈ છે. access_time 12:49 pm IST

  • ચુંટણીઓ પુરી થતાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૨૦ થી ૨૫ પૈસાનો વધારો ઝીંકાયો : દેશના પાંચ રાજયોમાં ચુંટણી પુરી થતાંવેંત જ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે. પેટ્રોલમાં ૨૦ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૫ પૈસાનો વધારો થયો છે. access_time 10:38 am IST