Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

રાજપીપળા મોતીબાગ વિસ્તાર માંથી રૂ.2500 ના ઈંગ્લીશ દારૂ સાથે 2 ને ઝડપી પાડતી LCB પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા મોતી બાગ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડી એક મહિલા સહિત બે વિરુદ્ધ એલસીબી એ ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા એલસીબી પોલીસે બાતમીના આધારે મોતીબાગ વિસ્તારમાં રેઇડ કરતા અનિતાબેન મનિષભાઇ વસાવા, રહે.મોતીબાગ રાજપીપળા એ પોતાના ઘરમાં ઇંગ્લીશ દારૂના હોલ નંગ -૨ કિ.રૂ.૨૫૦૦  જયેશભાઇ ઉર્ફે સેન્ડી શરાધભાઇ વસાવા(રહે.મોતીબાગ રાજપીપળા )પાસેથી મેળવી વેચાણ કરવાના ઇરાદે રાખી ગુનો કરવામાં એકબીજાની મદદગારી કરી હોય એલસીબી પોલીસે બંને વિરુદ્ધ પ્રોહીબીસનનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે

(11:40 pm IST)