Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ગુજરાતની મનપાની ચૂંટણીમાં મતદાન સમયે જે તે વોર્ડમાં કોવિડ ગાઇડલાઇનનું યોગ્‍ય પાલન માત્રને માત્ર ૧ર વોર્ડમાં જ થયુ

લોકોને ચૂંટણી સમયે સંક્રમણથી બચાવવા કોવિડ ગાઇડલાઇન ના પાલન માટે જરૂરી તમામ વ્‍યવસ્‍થા (ખર્ચ કરવા જણાવેલ) પરંતુ માત્ર ૧ર વોર્ડમાં જ પૈસા વપરાયા : ૮૮ વોર્ડમાં તો રાતીપાઇનો પણ ખર્ચ કર્યો નથી: જાગૃત નાગરિકે ૧૦ અેપ્રિલ સુધીમાં થયેલ ખર્ચના આંકડા ચૂંટણી પંચની વેબસાઇડ પરથી મેળવીને તેનું ઓડીટ કરી જાહેરાત કર્યા : અધિકારીઓની ખર્ચ કરવાની ઉદાસીનતા છતી કરી

ગાંધીનગર: પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજયોની ચૂંટણીમાં કોવિડ-19ની ગાઇડલાઇનના ધજાગરા ઉડયા હતા. આ બાબતને લઇને હાઇકોર્ટ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. આ મામલે ભારતીય ચૂંટણી પંચે સુપ્રિમ કોર્ટના દ્વારા ખટખટાવ્યા છે. જો કે આ પાંચેય રાજયોના પરિણામો પણ જાહેર થઇ ગયા છે. આ ચૂંટણી પહેલાં ગુજરાતમાં પણ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીઓમાં પણ કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા રાજય ચૂંટણી આયોગે તાકીદ કરી હતી. આ ચૂંટણીમાં ઊભા રહેલાં ઉમેદવારોએ કોવિડ-19 ગાઇડલાઇનના અમલ માટે કેટલો ખર્ચ કર્યો હતો? તેના ચોંકાવનારા આંકડાઓ પ્રકાશમાં આવ્યા છે.

ચૂંટણી આયોગ સમક્ષ રજૂ થયેલા ઉમેદવારોના ખર્ચ રજીસ્ટર ચેક કરતાં 12 વોર્ડમાં કોરોના સંદર્ભે ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાં પણ પાંચેક વોર્ડના ઉમેદવારોને બાદ કરતાં અન્ય ઉમેદવારો દ્વારા સામાન્ય ખર્ચ કરવામાં આવ્યો હતો. જયારે બાકીના 88 વોર્ડમાં તો આ ખર્ચ શૂન્ય હતો. આ આકડાંઓ પરથી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોવિડ ગાઇડલાઇનનો ભંગ થયાનું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે. તેનું પરિણામ આજે લોકો સમક્ષ છે અને પ્રજા તે ભોગવી રહી હોવાનું જાગૃત યુવા સેવા સમિતિના સંતોષસીંહ રાઠોડે જણાવ્યું છે. આ આંકડાઓ જાગૃત યુવા સેવા સમિતિ દ્વારા 10 એપ્રિલ સુધીમાં ચૂંટણી પંચની વેબસાઇટ પર રજૂ કરવામાં આવેલા ખર્ચના આકડાંઓનું ઓડિટ કરીને જાહેર કરવામાં આવ્યા છે.

રાજયની છ મહાનગરપાલિકાની 144 બેઠકો ઉપરાંત 81 નગરપાલિકાની 2720 બેઠકો તથા જિલ્લા પંચાયતની 980 બેઠકો તેમ જ 231 તાલુકા પંચાયતની 4774 બેઠકોની ચૂંટણી ફ્રેબુઆરીમાં યોજવામાં આવી હતી. આ ચૂંટણી વખતે દેશના મહારાષ્ટ્ર, કેરલ, તામિલનાડુ અને અન્ય રાજયોમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ હતી.

જેને ધ્યાનમાં લઇને રાજય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણી પ્રચારના સમયે રાજકીય પક્ષના ઉમેદવારો તથા પક્ષના કાર્યકરોને પ્રચાર દરમિયાન તેમ જ રેલી અને મતદાનના સમયે તથા ચૂંટણી પરિણામ બાદ કોવિડ ગાઇડલાઇન અનુસરવા માટે જાહેર કર્યું હતું.

કોવિડ ગાઇડલાઇન્સ પ્રમાણે ચૂંટણીના કામમાં કાર્યરત દરેક વ્યક્તિએ ચૂંટણીના દરેક તબક્કે ફેસ માસ્ક અવશ્ય પહેરવું, વખતો વખત હાથ સેનેટાઇઝર અથવા સાબુથી અવારનવાર ધોવા, દરેક કર્મચારીનું તાપમાન થર્મલ ગનથી તપાસવું, સામાજિક અંતર જાળવી રાખવા માટે શક્ય હોય ત્યાં સુધી ચૂંટણીના દરેક તબક્કે કામગીરી માટે હોલનો જ ઉપયોગ કરવો વગેરે પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સૂચનાઓનું પાલન પ્રજાની સલામતિ માટે ઉમેદવારો દ્વારા કેટલું કરવામાં આવ્યું? તે જાણવા માટે જાગૃત યુવા સેવા સમિતિ દ્વારા કોવિડ ગાઇડલાઇન પાછળ ચૂંટણી પ્રચાર સમયે ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચનું ઓડિટ કરવામાં આવ્યું છે.

સોશિયલ ઓડિટના આધારભૂત તથ્યો કયા-કયા?

► તમામ છ મહાનગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ કર્યો છે.
► રાજય ચુંટણી આયોગની વેબસાઇટ પર ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો
► ઉપલબ્ધ ડેટામાં જીતેલા ઉમેદવાર તથા પ્રતિસ્પર્ધી ઉમેદવારનો ડેટા પણ લીધો
► અમદાવાદ શહેરના છ ઝોનમાં રાજકીય પક્ષો દ્રારા ચૂંટણી પ્રચારના હેતુ માટે આયોજિત સભાના સ્થળ અને તારીખની આરટીઆઇ હેઠળ વિગતો મેળવી હતી.

► આ ચુંટણીમાં અમદાવાદ શહેરમાં ઉત્તર ઝોન સિવાય કુલ 216 સભાની પરવાનગી લેવામાં આવી હતી

કેટલાં વોર્ડના કેટલાં ઉમેદવારોનું ઓડિટ કરાયું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત રાજય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં 6 મહાનગરપાલિકાના 144 વોર્ડની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં જંપલાવનારા ઉમેદવારો દ્વારા રાજય ચૂંટણી આયોગ સમક્ષ ખર્ચનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો. 10મી એપ્રિલ સુધીમાં રજૂ થયેલા હિસાબોમાંથી 100 વોર્ડના 664 જીતેલા અને પ્રતિસ્પર્ધી ઉમેદવારો દ્વારા પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલા હિસાબોનું સમિતિ દ્વારા ઓડિટ કર્યું હતું. જયારે ભાવનગર મહાનગરપાલિકામાં હારેલા ઉમેદવારોનું ઓડિટ કરવામાં આવ્યું નથી.

શહેરનું નામ

કુલ વોર્ડ

ખર્ચ ઓનલાઈન ઉપલબ્ધ

ઓડિટ

કુલ ઉમેદવારો

અમદાવાદ

48

37

37

228

સુરત

30

11

11

79

વડોદરા

19

18

18

144

ભાવનગર

13

8

8

63

રાજકોટ

18

14

14

102

જામનગર

16

12

12

48

કુલ

144

100

100

664

શું કહે છે સમિતિના અગ્રણી

આ અંગે જાગૃત યુવા સેવા સમિતિના સંતોષસિંહ રાઠોડે જણાવ્યું કે, ઉમેદવારોના તેમના ચૂંટણી પ્રચારના ખર્ચ રજિસ્ટરનું ઓડિટ કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારે જે તેમના એફિડેવિટ સાથે ચૂંટણી અધિકારી સમક્ષ જમા કરાવવામાં આવ્યું હતું. આ તમામ વોર્ડના ઉમેદવારોના ખર્ચ રજીસ્ટર ચેક કરતાં તેમના દ્વારા ચૂંટણી પ્રચારના સમયે ખર્ચમાં માત્ર 12 વોર્ડ દ્વારા કોરોના સંદર્ભે ખર્ચ કરવામાં આવ્યો હતો.

જો કે આ 12 પૈકી અમદાવાદના થલતેજમાં રૂપિયા 920, જોધપુરમાં 2,000 રૂપિયા, વટવામાં 1109 રૂપિયા, વડોદરાના સમા વોર્ડમાં 334 રૂપિયા, ભાવનગરમાં વોર્ડ નં. 10માં રૂપિયા 240 તથા સુરતના વોર્ડ નં. 15માં 1260 રૂપિયા જેટલો નહિવત ખર્ચ કરવામાં આવ્યો હતો. જયારે બાકીના 88 વોર્ડમાં આ ખર્ચ શૂન્ય હતો. 88 વોર્ડમાં કયાંય સેનેટાઇઝર, હાથ ધોવા માટે પાણીની વ્યવસ્થા, ટેમ્પરેચર માપવા માટે ગનનો ખર્ચ પણ કર્યો ન હતો.

કોરોના સામે સલામતિ માટે કયા વોર્ડમાં કોણે કેટલો ખર્ચ કર્યો?

અમદાવાદ વોર્ડ

ખર્ચ

વડોદરા વોર્ડ

ખર્ચ

ભાવનગર વોર્ડ

ખર્ચ

સુરત વોર્ડ

ખર્ચ

ઘાટલોડિયા

8100

સમા

734

વોર્ડ નંબર 10

240

વોર્ડ નંબર 15

1260

થલતેજ

920

માંજલપુર

34000

 

 

 

 

કુબેરનગર

9970

 

 

 

 

 

 

બોડકદેવ

1096

 

 

 

 

 

 

જોધપુર

2000

 

 

 

 

 

 

દરિયાપુર

10880

 

 

 

 

 

 

વસ્ત્રાલ

12000

 

 

 

 

 

 

વટવા

1109

 

 

 

 

 

 

 

 

 

 

(9:51 pm IST)