Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2019

મોડ્યુલર કિચન્સની ડિઝાઈન્સ અને ઈન્સ્ટોલેશનમાં કંપની હેકર કિચન- હવે અમદાવાદમાં

(કેતન ખત્રી) અમદાવાદઃ જર્મનીમાં ૧૯૩૮થી મોડયુલર કિચન્સ તૈયાર કરતી વિશ્વની શ્રેષ્ઠ કંપની હેકર કિચન પોતાની ડિઝાઈન્સ અને ફંકશનાલિટી માટે વિશ્વભરમાં જાણીતી છે. ભારતમાં પોતાનો ૧૨મો શોરૂમ ખોલશે. જેના દ્વારા અમદાવાદીઓને મોડયુલર કિચન્સની વિશાળ રેન્જ જોવા મળશે. દરેક અમદાવાદી ગૃહિણીની જરૂરીયાત અને શોખ પ્રમાણેનું મોડયુલર કિચન તેમના બજેટમાં તેમને મળશે.

હેકર કિચનના આ શોરૂમમાં અદ્યતન અને અદ્દભૂત ડિઝાઈન્સ નજર સામે જોવા મળશે અને તે કોઈ રીતે કામ કરે છે. તે અંગેની જાણકારી પણ શોરૂમ પર જ મળી રહેશે. હેકર કિચનના આ શોરૂમ પર લગભગ ૮- ૧૦ ડિઝાઈન્સ તૈયાર જોવા મળશે.(૩૦.૬)

(3:10 pm IST)