Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

સુરતના અઠવાલાઈન્સમાં જર્જરિત અચાનક ધરાશાયી : ભારે અફરાતફરી ;ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી

ઇમારતને પોકલેંડ મશીનથી ઉતારવાની કામગીરી ચાલુ હતી ત્યારે જ એક હિસ્સો નીચે ઢળી પડ્યો

 

સુરત શહેરના અઠવાલાઈન્સનાં ગોકુલધામ રોડ પર એક જર્જરિત ઇમારત અચાનક ધરાશાયી થતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી જોકે ફાયરબ્રિગેડની ટીમ સમયસર પહોંચી હતી ઘટનામાં કોઈ પણ જાનહાની થઇ હોવાંનો બનાવ બન્યો નથી.

  અંગે જાણવા મળતી વિગત મુજબ એક જર્જરિત ઇમારતને પોકલેન્ડ મશીનની મદદથી ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન અચાનક ઇમારતનો એક હિસ્સો નીચે ઢળી પડવા માંડ્યો હતો. સમગ્ર ઘટના આસપાસનાં એક CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી કે જેનો VIDEO સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ ગયો હતો.

(1:01 am IST)