Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

કાળઝાળ ગરમીમાં પાટણના લોકોને પાણીના પ્રશ્ને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

પાટણ:જિલ્લામાં તંત્ર વાહકો  ઉનાળાની કાળઝાળ ગરમીમાં  પ્રજાને પુરતુ પાણી મળતુ હોવાની સેખી કરે છે. જયારે બીજીબાજુ ચાણસ્માના રામપુરમાં એક દાયકાથી પાણી વગરના રાજકીય નેતાઓની આંતરીક લડાઇથી ગ્રામજનોની પીવાના પાણી માટે દરદર ભટકવુ પડે છે.
અંદાજે ૧૫૦૦ની વસ્તી ધરાવતું આ રામપુરા ગામ મહેસાણા હાઈવેથી માત્ર બે કિ.મી. અંદર આવેલુ છે ગામનની પ્રજા છેલ્લા એક દશકાથી પીવાના પાણીની સમસ્યાથી પીડાય છે. ગામમાં બોર હતો પણ બોર ફેઈલ જતાં નવા બોરની દરખાસ્ત કરવામાં આવતા નવો બોર મંજૂર થઈને તૈયાર પડયો છે પરંતુ ગ્રામજનોનું એવું કહેવું છે કે સરપંચ સહી નહી કરતા નવીન બોરની કામગીરી અટકી પડી છે.
સભ્યો અને સરપંચ વચ્ચેના ગજગ્રાહને લઈ ગામમાં પીવાના પાણીની સમસ્યાની સાથે-સાથે ગામમાં એસ.ટી.બસની સુવિધા પણ મળી નથી.  અત્યારે હાલ ગ્રામજનો ટેન્કર દ્વારા પૈસા ખર્ચીને પીવાના પાણીની સમસ્યા હલ કરી છે તો અહી ગામમાં કેટલાક બોરના માલિકો ટોકન દરથી પાણી પુરુ પાડે છે.   આમ અત્યારે રામપુરા ગામ પાણીની વિકટ સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે વહીવટીતંત્ર રાજકારણીઓ અને ગ્રામજનો એક છત નીચે આવી સમસ્યાઓનો ઉકેલ લાવે તે જરૃરી છે.

(5:23 pm IST)