Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

ભચાઉમાંથી બે શખ્સો ૯ હજારના વિદેશી દારૂની 5 બોટલ સાથે ઝડપાયા

ભચાઉ પોલીસ મથકે મળતી વિગતો મુજબ લોકડાઉનની સ્થિતિ વચ્ચે પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીને આધારે આરોપી દીપકભાઈ મેઘજીભાઈ ગામી (ઉ.વ. ૩૧) તેમજ વિજય જેઠાલાલ ગામી (ઉ.વ.રર) (રહે. બન્ને ભવાનીપુર, ભચાઉ)ના ઘેર દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપીએ તેના મકાનના ધાબા પર ભારતીય બનાવટના વિદેશી શરાબની પ બોટલ છૂપાવી હતી. પોલીસે બ્રાન્ડેડ દારૂની કાંચની બોટલ કિં.રૂા.૯૦૬૦નો પ્રોહિ. મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે વિધિવત ગુનો નોંધતા પીએસઆઈ હિનાબેન વાઘેલાએ આગળની તપાસ હાથ ધરી છે.

(12:32 am IST)
  • કોરોના વેકસીન માટે ૭ ફેકટરીઃ ફંડ બિલગેટ્સ આપશે : ૭ જેટલી કોરોના વાયરસ વેકસીન બનાવનારી ફેકટરી બાંધવા માટે નાણાકીય સહાય આપવા બીલગેઈટસે જાહેરાત કરી છે access_time 1:02 pm IST

  • ભાવનગરમાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા : ૩૪ વર્ષના મહિલા અને ૨૬ વર્ષના પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો: બંને દર્દીઓ મૃતક વૃધ્ધના સંપર્કમાં હતા: ભાવનગરમાં કોરોના પોઝીટીવનો આંક ૧૧ થયો: હજુ એક કેસનો રિપોર્ટ પેન્ડીંગ. access_time 1:16 am IST

  • સુરતમાં છેલ્લા 48 કલાકમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નથી : લોકોમાં રાહતની લાગણી : બે દિવસમાં સુરતમાં 16 શંકાસ્પદ દર્દીઓ નોંધાયા હતા : તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા : પોલીસ જવાનોના હેલ્થ ચેકઅપ વાહન શરૂ કરાયું : સિવિલ હોસ્પિટલમાં સૅનેટાઇઝર કેબીન મુકવામાં આવી છે access_time 7:50 pm IST