Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

દાહોદ: શેલ્ટર હોમમાં રહેલા શ્રમજીવીઓનો વતન જવા મુદ્દે હોબાળો: પથ્થરમારો કર્યો

આખરે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો

દાહોદ :રાજ્ય સહિત દેશમાં હાલ કોરોનાને પગલે લોકડાઉન કરવામાં આવ્યું છે. જો કે પરપ્રાંતિય શ્રમજીવી વર્ગનાં કેટલાક લોકો ચાલતા પોતાનાં ગામ જવા માટે નિકળી ગયા હતા. જો કે લોકડાઉનનાં કારણે પોલીસ દ્વારા તેમને સીમા પર જ અટકાવી દેવામાં આવ્યા છે. નજીકનાં શેલ્ટર હોમ ખાતે રોકવામાં આવ્યા છે. જો કે પરપ્રાંતિય શ્રમજીવીઓ ખુબ જ કંટાળી ચુક્યા છે. તેઓ સતત તંત્ર અને અધિકારીઓ સાથે ચડસા ચડસીમાં ઉતર્યા કરે છે. અને તેમની પાસેવારંવાર પોતાને જવા દેવાની માંગણીઓ કર્યા કરે છે.

દાહોદ જિલ્લાનાંગ રબાડા તાલુકાનાં પાંચવાડા ગામના શેલ્ટર હોમમાં 100થી પણ વધારે લોકોને રાખવામાં આવ્યા છે. પોલીસ સહિત મામલતદારની ટીમ પર પથ્થરમારો કર્યો હતો. લોકડાઉનનાં પગલે ઉત્તરપ્રદેશનાં 95 અને મધ્યપ્રદેશનાં 13 લોકોને પાંચવાડા ગામના શેલ્ટર હોમ ખાતે રાખવામાં આવ્યા છે. શેલ્ટર હોમમાં રહેલા આ લોકોએ પોતાનાં વતર જવાની જીદ કરી હતી. જો કે પોલીસ અને મામલતદાર સહિતનાં સ્ટાફ દ્વારા મનાઇ કરવામાં આવતા તેમના પર પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. જો કે આખરે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો

(12:31 am IST)
  • જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં કૃષ્ણ ઘાટી સેક્ટરમાં આજે સાંજે 5-45 વાગ્યે પાકિસ્તાને ફરી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી ગોળીવર્ષા અને તોપમારો કર્યો છે, access_time 7:21 pm IST

  • ચારધામોની યાત્રા પણ મોડી શરૂ થશેઃ ડીજીટલ પૂજા દર્શન અંગે વિચારણા : કોરોનાની અસર ચારધામ યાત્રા પર પણ જોવા મળી : ૬ મહિના ચાલતી ચારધામ યાત્રામાં એક મહિનાનો થશે વિલંબ : ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા ૨૬ એપ્રિલે ખુલશે : કેદારનાથ ધામ ૨૯ અને બદ્રીનાથ ધામ ૩૦ એપ્રિલે ખુલશે : જો સ્થિતિ થાળે નહિં પડે તો ડીજીટલ પૂજા દર્શન અંગે વિચારશે access_time 3:36 pm IST

  • રાજકોટ માટે રાહતના સમાચાર : કોરોના વાઇરસના રિપોર્ટ આવ્યા નેગેટિવ. : યાજ્ઞિક રોડ પર આવેલ જાગનાથ વિસ્તારના માતા-પુત્રના પોઝીટવ રિપોર્ટ બાદ આવ્યા નેગેટિવ..: માતાપુત્રના પોઝીટીવ બાદ નેગેટિવ રિપોર્ટ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો access_time 1:24 pm IST