Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

ઉમેદવારી નોંધાવાની ગણતરીના કલાકો પહેલા કોંગ્રેસે ભરૂચ - દાહોદ માટે ઉમેદવારોની જાહેરાત કરી

કોંગ્રેસે ભરૂચ બેઠક પર શેરખાન પઠાણની ઉમેદવાર તરીકે જાહેરાત કરી : તેઓ અહેમદ પટેલના નજીકના તથા ભરૂચ જિલ્લા યુથ : કોંગ્રેસના પ્રમુખ અને આદિવાસી વિસ્તાર નેત્રંગના રહેવાસી હોઇ આદિવાસી સમાજ પર પણ સારૃં એવું પ્રભુત્વ ધરાવે છે

અમદાવાદ તા. ૪ : કોંગ્રેસે ભરૂચ બેઠક પર શેરખાન પઠાણની ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે. શેરખાન પઠાણ અહેમદ પટેલના નજીકના ગણાય છે. તેઓ ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને આદિવાસી વિસ્તાર નેત્રંગના રહેવાસી હોઈ આદિવાસી સમાજ પર પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે.

તો બીજી તરફ, દાહોદ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર ની સત્તાવાર જાહેરાત થઈ છે. કોંગ્રેસે ઉમેદવાર તરીકે ૨ વાર સાંસદ તરીકે ચૂંટાયેલા બાબુભાઇ કટારાના નામની જાહેરાત કરી છે. ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા બાબુભાઇ કટારાના નામ પર મહોલ લાગતા આજે તેઓ ખરોડ ગામે જાહેર સભાને સંબોધન કર્યા બાદ ઉમેદવારી નોંધાવી રહ્યા છે.

(11:49 am IST)