Gujarati News

Gujarati News

News of Thursday, 4th April 2019

વિદ્યાર્થીનીની છેડતી સંદર્ભે વશિષ્ઠ ભટ્ટ સસ્પેન્ડ થયા છે

સસ્પેન્શનના નિર્ણયને પગલે ભારે સનસનાટી : ઈન્ટરનલ કમિટીએ સિન્ડિકેટની બેઠકમાં અહેવાલ મૂક્યો રિપોર્ટ આધારે પ્રોફેસર વશિષ્ઠ ભટ્ટ સામે પગલાં લેવાયા

અમદાવાદ,તા. ૩ : ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડી વિદ્યાર્થિનીની અધ્યાપક ડો. વશિષ્ઠ ભટ્ટે કરેલી જાતીય સતામણીની ફરિયાદનો તપાસ રિપોર્ટ ઈન્ટરનલ કમ્પેલન કમિટીએ આજે બુધવારે સિન્ડિકેટની બેઠકમાં રજૂ કર્યો હતો. રિપોર્ટના આધારે ભટ્ટ સામે એક્શન લેવામાં આવ્યા હતા અને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ડો.ભટ્ટના સસ્પેન્શનના નિર્ણયને પગલે શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગુજરાત યુનિવર્સિટીમાં પીએચડીની વિદ્યાર્થિનીની અધ્યાપક ડો. વશિષ્ઠ ભટ્ટ સામેની જાતીય સતામણીની ફરીયાદ બાદ ઈન્ટરનલ કમ્પલેન કમિટીએ હાથ ધરેલી તપાસ પૂર્ણ કરી હતી અને તેનો રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કર્યો હતો. સિન્ડિકેટની બેઠકમાં નિયત માર્ગદર્શિકા અનુસાર દોષિતની સામે કડકમાં કડક કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી હતી.ગાઈડ લાઈન મુજબ, દોષિતની સામે આર્થિક દંડથી માંડીને સસ્પેન્શન, ટર્મિનેશન કરવા સુધીની કાર્યવાહી થાય છે. વિદ્યાર્થિનીએ ડો.ભટ્ટ સામે કરેલા આરોપો સાચા સાબિત થતાં હોવાનું ઇન્ટરનલ કમ્પલેન કમીટને માલૂમ પડ્યું હતું. જેને પગલે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા હતા. રિપોર્ટ અનુસાર પ્રોફેસર જમ્યા બાદ રૂમમાં જતાં સીસીટીવીમાં દેખાયા હતા હતા. જેમાં તેઓ બે વિવિધ કેટેગરીના રૂમમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તેમના માર્ગદર્શન હેઠળ ત્રણ વિદ્યાર્થિનીઓએ અભ્યાસ કરવાનો ઈન્કાર કર્યો હતો. આખરે સમગ્ર મામલો મહિલા આયોગ અને માનવ અધિકાર પંચમાં ગયો હતો. ગુજરાત યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયન્સ કેમિસ્ટ્રીની પીએચડીની વિદ્યાર્થિની સાથે ડો. વશિષ્ઠ ભટ્ટે જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીએ માનવ અધિકાર પંચ અને મહિલા આયોગને પણ ફરિયાદ કરતાં સમગ્ર મામલો ગરમાયો હતો.

(8:54 pm IST)