Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

રામ મંદિરના ઉદ્ધઘાટનનો ભારે પડ્યો :કોંગ્રેસના બે મોટા નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર રાજીનામા આપીને ભાજપમાં જોડાયા

અંબરીશ ડેરે કહ્યું કે 500 વર્ષ સુધી રાહ જોયા પછી મંદિર નિર્માણ થયું કોંગ્રેસના નેતાઓનો મંદિરમાં ન જવાનો નિર્ણય યોગ્ય ન હતો: .મોઢવાડીયાએ પણ કહ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિર ઉદ્ધાટનનો બહિષ્કાર નહોતો કરવો જોઈતોઅને કારણે કોંગ્રેસની છાપ ખરાબ પડી

ગુજરાતમાં સિનિયર નેતા અને કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયાં છે. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાનું કારણ પણ જણાવ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગ્યાં છે. બે મોટા નેતાઓ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને કોંગ્રેસના સિનિયર નેતા અને કાર્યકારી અધ્યક્ષ અંબરીશ ડેર રાજીનામા આપીને ભાજપમાં જોડાયાં છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જવા પાછળ બન્નેનું એક જ કારણ છે અને તે છે રામ મંદિર ઉદ્ધાટનમાં કોંગ્રેસના નેતાઓનું ન જવું

રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું કે 46 વર્ષીય અંબરીશ ડેરે કહ્યું કે 500 વર્ષ સુધી રાહ જોયા પછી, જ્યારે તે દિવસ આખરે આવ્યો અને આટલું ભવ્ય રામ મંદિર બનાવવામાં આવ્યું, ત્યારે કોંગ્રેસના નેતાઓનો મંદિરમાં ન જવાનો નિર્ણય યોગ્ય ન હતો. મેં તે સમયે પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હું કોઈની ટીકા નથી કરતો. ભગવાન રામનું દરેક વ્યક્તિ દ્વારા સન્માન કરવામાં આવે છે અને એક રાજકીય પક્ષે બધાના આદરનું સન્માન કરવું જોઈએ. જ્યારે આવું ન થયું ત્યારે મેં કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો.

આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા બીજા મોટા નેતા અર્જૂન મોઢવાડીયાએ રામ મંદિર ઉદ્ધાટન બાદ કહ્યું હતું કે કોંગ્રેસે રામ મંદિર ઉદ્ધાટનનો બહિષ્કાર નહોતો કરવો જોઈતો. આને કારણે કોંગ્રેસની છાપ ખરાબ પડી છે.

કોંગ્રેસના મોટા નેતા અર્જુનભાઈ મોઢવાડિયાના રાજીનામાના કારણોમાં  કે સી વેણુગોપાલે ગુજરાત બાબતે લીધેલા નિર્ણયો અંગે નારાજગી, વિપક્ષના નેતાની પસંદગી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નહોતા,  વિધાનસભા ચૂંટણી પછી મોઢવાડીયા પક્ષમાં નિષ્ક્રિય હતા , જગદીશ ઠાકોર બાદ પ્રદેશ પ્રમુખ નક્કી થયા ત્યારે વિશ્વાસમાં ના લેવાયા, રામ મંદિરના મુદ્દે પક્ષના નેતાએ લીધેલા નિર્ણય સામે નારાજગી ,  શક્તિસિંહ ગોહિલ જૂના મિત્ર હોવા છતાં અસહમતી ,  ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવવા સામે નારાજગી  બતાવાઈ છે 

 

(7:21 pm IST)