Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2024

કલોલમાં સ્‍વામિનારાયણ યુનિવર્સિટીના મેડીકલ વિભાગનું ઉદ્દઘાટન

રાજકોટ : સ્‍વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂદ્વાર કલોલ દ્વારા આયોજીત ૩૦ માં વાર્ષિક મહોત્‍સવ દરમિયાન કલોલ સ્‍વામિનારાયણ મેડીકલ કોલેજનું ઉદ્દઘાટન કરવામાં આવ્‍યુ હતુ. કેન્‍દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ, મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલની ઉપસ્‍થિતીમાં યોજાયેલ આ ઉદ્દઘાટન સમારોહમાં ગુરૂકુલના સંસ્‍થાપક પ્રેમપ્રકાશ સ્‍વામીએ આશીર્વચનો વરસાવ્‍યા હતા. મહેમાનોના હસ્‍તે કપિલેશ્વર મહાદેવ મંદિરમાં પૂજના અર્ચના કરી કપિલેશ્વર તળાવની કામગીરીનું નીરીક્ષણ કરવામાં આવેલ. શ્‍યામસુંદર સ્‍વામી, વડતાલ કોઠારી ડો. સંતવલ્લભ સ્‍વામી, સાળંગપુર કોઠારી વિવેક સ્‍વામી વગેરે સંતોના આશીર્વાદ પ્રાપ્‍ત થયા હતા. આ પ્રસંગે રાજય સભાના સાંસદ મયંકભાઇ નાયક, કલોલના ધારાસભ્‍ય લક્ષ્મણજી ઠાકોર, માણસાના ધારાસભ્‍ય જે. એસ. પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, ગાંધીનગર કલેકટર એમ. કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઇ પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્‍ડેશનના આર. પી. પટેલ, પૂર્વ ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, ડો. એ. કે. પટેલ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:36 am IST)