Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં માનસિક આરોગ્ય કાર્યક્રમમાં ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે તા.૦૪/૦૩/૨૦૨૧ ના માનસિક આરોગ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત ચેસ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં હોસ્પિટલ ના કુલ ૩૦ કર્મચારીગણ તેમજ કર્મચારીના પરીવારના સભ્યો એ ચેસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામને પ્રમાણ પત્ર તેમજ પ્રથમ,દ્વિતિય,ત્રીજું સ્થાન પ્રાપ્ત કરનાર ને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી,આ પ્રસંગે જનરલ હોસ્પિટલ રાજપીપળા ના સી.ડી.એમ.ઓ.ડૉ.જયોતિ ગુપ્તા તેમજ આર.એમ.ઓ.ડૉ.મનોહર મજીગામકર હાજર રહ્યા હતા ચેસ ટુર્નામેન્ટ નું સંપૂર્ણ આયોજન ડૉ.પ્રશાંત સી.જરીવાળા,મનોરોગચિકિત્સક,જનરલ હોસ્પિટલ રાજપીપળા દ્વારા કરવામાં આવ્યુ હતું.

(10:53 pm IST)
  • મોટા ભાગના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા પીએસએલ સીઝન ૬ (પાકિસ્તાન સુપર લીગ) ર૦-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટ મોકૂફ/ રદ કરવામાં આવી છે access_time 3:59 pm IST

  • કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના ભાઇ ડો. કે.સી. પટેલની ધરપકડ : બ્રહ્મસમાજની પત્રીકા વાયરલ થવાના મામલે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના ભાઇ ડો. કે.સી. પટેલની ધરપકડ કરાયાનું બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે access_time 1:22 pm IST

  • સ્વીડનમાં આઠ લોકોને છૂરી હુલાવી દેવાઇ: હુમલો કરનાર ઝડપાઈ ગયો: ત્રાસવાદી હુમલો થયાનું મનાય છે access_time 1:14 am IST