Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રમશે ગુજરાત , જીતશે ગુજરાતના રૂપકડા સૂત્ર વચ્ચે રાજ્યના 18 જિલ્લાઓમાં છેલ્લા બે વર્ષથી એકપણ ફળિયું ફાળવ્યું નથી

વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નના જવાબમાં હકીકતનો થયો પર્દાફાશ

અમદાવાદ : રાજ્યમાં ખેલકૂદ તથા રમતગમતને મહત્વ આપવાની સરકાર દ્રારા જાહેરાત કરવામાં આવે છે. ત્યાં સુધી સરકાર તરફથી રમશે ગુજરાત, જીતશે ગુજરાત જેવા સુંદર સૂત્રો આપવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં પરિસ્થિતિ શું છે તે જાણવા માટે કોંગ્રેસના ધારાસભ્યો તરફથી તારાંકિત પ્રશ્નોત્તરીમાં પ્રશ્નો પૂછવામાં આવ્ય છે. આ પ્રશ્નોના જવાબમાં રાજય સરકાર તરફથી જવાબો આપવામાં આવ્યા છે. આ જવાબોનું સંકલન કરીને કોંગ્રેસ દ્વારા આંકડો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાજયમાં રમત-ગમતને પ્રોત્સાહન આપવાની અને રમશે ગુજરાત- જીતશે ગુજરાત જેવા રૂપાળા નામો આપવામાં આવે છે. પરંતુ રમત-ગમતના મેદાન માટે છેલ્લાં બે વર્ષમાં ગુજરાત સરકારે રાજયના 18 જિલ્લામાં એકપણ પૈસો ફાળવ્યા નહીં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં તાંરાકિત પ્રશ્નોત્તરમાં પૂછેલાં પ્રશ્નના જવાબમાં આ હકીકતનો પર્દાફાશ થવા પામ્યો છે

   કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં રમતગમત માટે કેટલી રકમ ફાળવી તે અંગે પૂછેલાં પ્રશ્નોના જવાબમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી દ્વારા જવાબ આપવામાં આવ્યા છે. આ પ્રશ્નોની માહિતી સંકલિત કરીને કોંગ્રેસે આકડાં જાહેર કર્યા છે. તેમાં વર્ષ 2019 અને વર્ષ 2020માં રાજયના 18 જિલ્લાઓમાં રૂપિયાની ફાળવણી કરવામાં આવી નહીં હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. કયા જિલ્લામાં કેટલી રકમ ફાળવી સહિતની માહિતી નીચે દર્શાવી છે.

જીલ્લાનું નામ  ફાળવેલ રકમ રૂપિયા (લાખમાં) ફાળવેલ રકમ રૂપિયા (લાખમાં)
     
  વર્ષ 2019 વર્ષ 2020
     
કચ્છ 0 0
     
પાટણ 0 0
     
મહીસાગર 0 0
     
પંચમહાલ 0 0
     
આણંદ 0 1
     
છોટા ઉદેપુર 333.5 2
     
બનાસકાંઠા 0 0
     
મહેસાણા 150 1
     
સુરેન્દ્રનગર 0 0
     
રાજકોટ 125 500
     
અરવલ્લી 0 0
     
સાબરકાંઠા 0 0
     
તાપી 0 0
     
સુરત 0 0
     
અમરેલી 0 0
     
ભાવનગર 125 201
     
અમદાવાદ 210 360
     
બોટાદ 400 1
     
ગીર સોમનાથ 0 0
     
મોરબી 0 0
     
જામનગર 10 10
     
દેવભૂમિ દ્વારકા 0 0
     
ગાંધીનગર 200 100
     
દાહોદ 386.5 100
     
ડાંગ 400 300
     
ખેડા 50 301
     
વડોદરા 245 202
     
નર્મદા 741.5 300
     
ભરૂચ 200 1
     
જૂનાગઢ 0 0
     
પોરબંદર 0 0
     
નવસારી 0 0
     
વલસાડ 0 0
     
કુલ 3586.5 2380
(7:22 pm IST)