Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

કેન્દ્ર સરકારે મગફળી નિકાસની પરવાનગી આપતા ટેકાના ભાવ કરતાં બજારભાવ વધુ મળ્યા છે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

બે વર્ષના ૭ લાખ મેટ્રીક ટન મગફળી રૂા.૧૧૦૦ના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી રૂ.૪ હજાર કરોડ ચૂકવાયા :મંત્રી જયેશભાઇ રાદડીયા

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવો સંદર્ભે ખેડૂતોને મળતી રકમ અંગે જણાવ્યું કે કોઇપણ ઉત્પાદનને ટેકાના ભાવે ખરીદીનું કાર્ય કેન્દ્ર સરકાર  મારફતે કરે છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતા કેન્દ્ર સરકારે નિકાસની પરવાનગી આપી છે. પરિણામે ટેકાના ભાવ કરતાખુલ્લા બજારમાં ખેડૂતોને વધુ ભાવો મળ્યા છે અને પરિણામે મગફળી વાવેતર કરતા ખેડૂતોને આર્થિક વધુ લાભ થયો છે.

  અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં ૭ લાખ મેટ્રિક ટન મગફળી રૂા.૧૧૦૦ના ભાવે ખરીદી ખેડૂતોને રૂા.ચાર હજાર કરોડ ચૂકવવામાં આવ્યા છે.

 રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવોના અંકુશ બાબતે મંત્રીએ જણાવ્યું કે, જાન્યુઆરી ૨૦૧૯ થી ડિસેમ્બર ૨૦૧૯માં કપાસીયા અને સીંગતેલના છૂટક ભાવોમાં ખૂબ નજીવો ભાવ વધારો થયો છે. જ્યારે કોવિડ-૧૯સમયગાળામાં પરિવહન-મજૂરીની ઓછી ઉપલબ્ધતાના કારણે ભાવો પર અસર થઇ ગઇ છે.

 મંત્રીએ જણાવ્યું કે, સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો અંકુશમાં રાખવા ભારત સરકારના જરૂરી સૂચના બહાર પાડવામાં આવ્યા છે. એટલું જ નહી રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષમાં બે વખત બી.પી.એલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને યુક્ત વર્તમાન ભાવથી નીચા દરે કાર્ડ દીઠ ૧ લીટર પ્રમાણે વિતરણ કરવામાં આવ્યુ છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૯ દરમિયાન અંદાજિત કુલ ૬૬.૫૫ લાખ પાઉચ તેમજ વર્ષ દરમિયાન ૭૫.૩૦ પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે.

(6:13 pm IST)
  • ગાંધીનગરમાં પ્રાથમીક શાળા ખોલવા સંદર્ભે કેબીનેટની બેઠક મળશે : ચૂંટણીના કારણે ૪ વખત મુલત્વી રખાઇ બેઠકઃ કોરોના સંક્રમણ, રસીકરણ સંદર્ભે બેઠકમાં ચર્ચા થશેઃ લવ જેહાદ સહિતના નવા બીલ સંદર્ભે થઇ ચર્ચા access_time 1:22 pm IST

  • રાજકોટ મેયરની ચૂંટણીની તારીખમાં એકાએક ફેરફાર : હવે ૧૧ને બદલે ૧૨મી માર્ચે યોજાશે ખાસ બોર્ડ : તારીખ નક્કી કરવામાં ઉતાવળ થઈ : મેયરની સાથે જ ડેપ્‍યુટી મેયર અને સ્‍ટેન્‍ડીંગના ૧૨ સભ્‍યોની વરણી પણ થશે : ખાસ બોર્ડ બોલાવવા માટે ૭ દિવસનો સમય જોઈએ જેની ગણતરીમાં તંત્રવાહકે થાપ ખાઈ ગયા હતા : મોડેથી આ બાબત ધ્‍યાનમાં આવતા તારીખ ફેરવાયાનું જાણવા મળ્‍યુ છે access_time 6:11 pm IST

  • સ્વિસ બેડમિંગટન ઓપનમાં પીવી સિંધુની શાનદાર શરૂઆત : પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી : પીવી સિંધુએ તુર્કીની ખેલાડીને 42મિનિટની રમતમાં 21-16, 21-19થી હરાવી પ્રથમ દૌરનો મુકાબલો જીત્યો access_time 12:30 am IST