Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ગાંધીનગર જિલ્લા પોલીસે છેલ્લા બે વર્ષ દરમ્યાન 6.50 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર:જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્યાન ૬.૫૦ કરોડ રૃપિયાનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે જયારે ૩૮ હજાર લીટર જેટલો દેશી દારૃ પણ કબ્જે લેવામાં આવ્યો છે. ૭.૧૩ લાખનો ૧૧પ કિલો ગાંજાનો જથ્થો પણ છેલ્લા બે વર્ષમાં પોલીસે હસ્તગત કર્યો છે. તો ૩૯૫૦ જેટલી બિયરની બોટલો પણ પ્રોહીબીશન સંબંધિત ડ્રાઈવ દરમ્યાન પકડી લેવામાં આવી છે.

રાજયમાં દારૃબંધી અમલી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. બોર્ડર ઉપર પોલીસ ચેકપોસ્ટ નાબુદ કરી દીધા બાદ દારૃની આ હેરાફેરી પકડવાની જવાબદારી જિલ્લા પોલીસના શીરે રહેવા પામી છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમ્યાન અધધ.. કહી શકાય તેવો દારૃનો જથ્થો પકડાયો છે. વિધાનસભામાં ગાંધીનગરના ધારાસભ્ય સી.જે.ચાવડાએ પુછેલા પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ કહયું હતું કે ગાંધીનગર જિલ્લામાં વર્ષ ર૦૧૯માં ૩.૭૬ કરોડની ૭૧૪૫૦ વિદેશી દારૃની બોટલ પકડાઈ હતી ત્યારે વર્ષ ર૦૨૦માં ર.૭૨ કરોડની ૮૯૬૨૯ જેટલી બોટલ કબ્જે કરવામાં આવી છે. આમ બે વર્ષમાં જ ૧.૬૧ લાખ વિદેશી દારૃની બોટલ કબ્જે કરાઈ છે જેની બજાર કિંમત ૬.૫૦ કરોડ જેટલી થવા જાય છે તો ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૃની હાટડીઓ પણ ચાલી રહી છે જેમાં વર્ષ ર૦૧૯માં ૩.૩૪ લાખનો ૧૬૨૩૮ લીટર દેશી દારૃ અને વર્ષ ર૦૨૦માં ૪.૪૭ લાખનો રર૩૮૬ લીટર દેશી દારૃનો જથ્થો પણ કબ્જે કરવામાં આવ્યો છે. 

(5:12 pm IST)