Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ટીમ્બા તળવા નજીક સીમાડામાંથી ત્યજી દેવાયેલ નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતા

સાબરકાંઠા:જિલ્લાનાં તલોદ તાલુકાનાં ટીમ્બા તળાવ ગામના ખેત સિમાડામાંથી આજે સવારે કોઈકએ ત્યજી દીધેલું નવજાત શિશુ મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. કાળજાના ટુકડા જેવા નવજાત દિકરાના દેહને આમ પોતાનું પાપ છુપાવવા કે અન્ય કારણોસર ત્યજી દઈને મોં છુપાવતી માતા સામે લોકો ભારે ફીટકારની લાગણી પ્રદર્શિત કરી રહ્યા હતા.

તલોદ પોલીસે બાળકના મૃતદેહનો કબજો લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી બાળકના વાલી-વારસનો પત્તો મેળવવા તપાસ જારી રાખી છે.  તલોદ તાલુકાના હરસોલથી ગાંભોઈ તરફ જતા માર્ગ ઉપરના ટીમ્બા તળાવ ગામના નાડીયા વાસના રહેઠાણો પાછળ આવેલા ઘઉંના ખેતરના એક શેઢા ઉપર તાજુ જન્મેલું બિનવારસી બાળક પડયું હોવાની વાત વાયુવેગે ફેલાતાં લોકો ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. પંથકના એક ખેતર માલિક તખાજી સોનાજી પરમારએ તલોદ પોલીસને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી. જ્યાં નવજાત શિશુનો મૃતદેહ પડયો હતો.

(5:09 pm IST)