Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

વડોદરા નજીક નેશનલ હાઇવે પર એસ્ટેટની દુકાનમાંથી નામચીન બુટલેગરને ઝડપી પાડયો

વડોદરા : વડોદરા નજીક નેશનલ હાઇવેને અડીને આવેલા વિરાટ એસ્ટેટની દુકાનમાં નામચીન બૂટલેગર અલ્પુ સિંધીનો છૂપાવી રાખેલો દારૃનો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડી એક  શખ્સની ધરપકડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ખટંબા ગામની સીમમાં આવેલા વિરાટ એસ્ટેટમાં આવેલી એક દુકાનમાં દારૃનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે તેવી બાતમીના આધારે જિલ્લા એલસીબીની ટીમે દુકાનમાં તપાસ કરતા હોશિયારસીંગ સીસરામ ધાણુંક (રહે.બારડા, તા.જી.મહેન્દ્રગઢ, હરિયાણા) મળ્યો હતો. દુકાનમાં મૂકેલા હેન્ડમેડ ઇન્વર્ટર બેટરીના બોક્સમાં છૂપાવીને રાખેલી દારૃની વિવિધ બ્રાંડની દારૃની બોટલો મળી હતી.

પોલીસે દારૃની રૃા.૨.૮૭ લાખ કિંમતની ૧૯૨ બોટલો કબજે  કરી હોશિયારસીગની પૂછપરછ કરતા વારસિયાના બૂટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પુ સિધી તેમજ વિકાસકુમાર જાટ (રહે.હરિયાણા)એ ભેગા મળીને દારૃનો જથ્થો સંતાડયો છે અને તેમના કહ્યા મુજબ આ સ્થળેથી વેચાણ કરતો હતો તેમ તેણે જણાવ્યું હતું. આ અંગે પોલીસે હોશિયારસીગની ધરપકડ કરી અન્ય બેની શોધખોળ હાથ ધરી છે.

(5:07 pm IST)