Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

અમદાવાદ શહેરમાં સારંગપુર પાણીની ટાંકી નજીક ટ્રક નીચે આવી જતા યુવકનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી

અમદાવાદ: શહેરમાં પૂર્વમાં સ્પિડમાં વાહન ચલાવતા લોકો સામે પગલાં ભરવાના દાવા વચ્ચે  હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે, આજે સવારે સારંગપુર પાણીની ટાંકી પાસે પૂર ઝડપે આવી રહેલી ટ્રેક નીચે કચડતા યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં યુવકનું ધડ અને માથુ જુદુ પડી ગયું હતું. આ ઘટના અંગે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસે અકસ્માતનો ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરીને ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે. તાજેતરમાં દૂધેશ્વર રોડમાં  ટેમ્પો  નીચે  કચડાતા ચાર વર્ષના બાળકનું મોત થયેલુ ઃ દાણીલીમડામાં કારની ટક્કરથી પતિની નજર સામે પત્નીનું મોત થયુ હતું

           આ કેસની વિગત એવી છે કે  સારંગપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રોકટના પાર્કીંગમાં નોકરી કરતા મઝીદભાઇ .આઇ. સોલંકીએ ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંેધાવી છે કે આજે સવારે ૪.૧૫ કલાકે ફરિયાદી પાર્કિગમાં બાંકડા  ઉપર સૂતા હતા આ સમયે પૂર ઝડપે આવી રહેલી ટ્રકના ડ્રાઇવરે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટકકર મારી હતી, જેથી યુવક ટ્રકના ટાયર નીચે આવી ગયો અને તેનું માથુ અને ગળું છૂંદાઇ ગયું હોવાથી સ્થળ પર મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ આવી પહોચી હતી તપાસ દરમિયાન અજાણી વ્યક્તિને ઓળખ થઇ શકી ન હતી.  ટ્રક મૂકીને  ચાલક  ફરાર થઇ ગયો હતો પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની  શોધખોળ હાથ ધરવાની કાર્યવાહી હાથ ધરી છે.

(5:06 pm IST)