Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા બે વર્ષમા 65 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપવામાં આવ્યો હોવાની માહિતી

અમદાવાદ: ગૌમાતા અને ગૌવંશના જતન કરવાની કથની અને કરનીમાં મસમોટો તફાવત છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં ગેરકાયદેસર કતલ કરવામાં આવેલા ૬૫,૨૩૭.૭ કિગ્રા ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે અને આ ગુનામાં સંડોવાયેલા ૧૩૨ જેટલા આરોપીઓની ધરપકડ કરવાની પણ બાકી છે.

આ સિવાય અન્યત્ર દાહોદ જિલ્લામાંથી ૭૦૭૫ કિગ્રા, વડોદરા જિલ્લામાંથી ૧૫૬૫.૭ કિગ્રા, રાજકોટમાંથી ૨૬૪૯ કિગ્રા, ગીર સોમનાથમાંથી ૨૨૦૪ , ભાવનગરમાંથી ૧૪૫૦ કિગ્રા, ખેડામાંથી ૧૨૦૦ કિગ્રા, ગાંધીનગરમાંથી ૧૦૦૫ કિગ્રા ગૌમાંસનો જથ્થો છલ્લા બે વર્ષમાં જપ્ત કરાયો છે. માત્ર સાબરકાંઠા-બનાસકાંઠા-પોરબંદર-જામનગર-મોરબી-નર્મદા-બોટાદ એવા જિલ્લાઓ છે જ્યાં છેલ્લા બે વર્ષમાં ગૌમાંસનો કોઇ જથ્થો ઝડપાયો નથી.

(5:06 pm IST)