Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રેકટર ખરીદી સહાય મેળવવા માટેની 40 ટકા અરજીઓ નામંજૂર: હજુ 27,624 અરજીઓ પડતર હોવાનો ખુલાસો

રાજયમાં છેલ્લાં બે વર્ષમાં 1,35,488 ખેડૂતોએ અરજી કરી: સૌથી વધુ અરજી બનાસકાંઠામાંથી આવી

અમદાવાદ : રાજયમાં બે વર્ષમાં ખેડૂતોએ ટ્રેકટર સહાય મેળવવા માટેની 1,35,488 અરજીઓ કુષિ વિભાગમાં કરવામાં આવી હતી. આ અરજીઓ પૈકી માત્ર 40 ટકા અરજીઓ એટલે કે 54,758 અરજીઓ જ મંજુર કરવામાં આવી હતી. જયારે 40 ટકા મતલબ કે 51,122 અરજીઓ વિવિધ બહાના/ કારણો હેઠળ નામંજુર કરી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. અને 27,624 અરજીઓ તો હજુ પડતર છે

14મી ગુજરાત વિધાનસભાના આઠમું સત્ર 1લી માર્ચથી શરૂ થવા પામ્યું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા તારાંકિંત પ્રશ્નોત્તરીમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં રાજયના કુષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. સૌથી વધુ અરજીઓ બનાસકાંઠા જિલ્લામાંથી થવા પામી હતી. 16132 ખેડૂતોએ કરેલી અરજીઓમાંથી 6316 અરજીઓ મંજુર કરવામાં આવી હતી. જયારે 5622 અરજીઓ નામંજુર કરવામાં આવી હતી. જયારે 4194 અરજીઓ પડતર રહી છે.

જિલ્લાનું નામ   કુલ અરજી મંજુર નામંજુર         પડતર
ખેડા 4452 1081 1864 506
પંચમહાલ 1972 941 703 328
અમદાવાદ 4683 2459 1796 428
બોટાદ 1432 748 567 118
બનાસકાંઠા 16132 6316 5622 4194
ગાંધીનગર 3612 1189 1206 1217
મોરબી 2290 984 962 344
નવસારી 787 279 384 124
છોટા ઉદેપુર 2533 1312 1167 54
નર્મદા 1846 879 750 217
રાજકોટ 8307 3787 2857 1669
પોરબંદર 2446 500 744 842
જૂનાગઢ 7433 2935 1922 2576
ગીર સોમનાથ 2724 1187 926 611
તાપી 1338 633 535 170
સુરત 2670 1036 1505 129
કચ્છ 4571 2012 983 946
અરવલ્લી 5912 1958 2362 1592
સાબરકાંઠા 8832 2451 3495 2886
વડોદરા 5376 2206 1810 1360
ભરૂચ 3497 1809 1635 53
આણંદ 3613 1400 1051 1162
ડાંગ 331 128 179 24
પાટણ 3537 1549 1266 722
મહેસાણા 4294 1875 1924 495
સુરેન્દ્રનગર 6250 3031 2966 253
વલસાડ 429 179 228 22
દાહોદ 2063 1001 845 217
મહીસાગર 2021 952 964 105
જામનગર 4811 1814 1726 1271
દેવભૂમિ દ્રારકા 4397 1317 1594 1486
ભાવનગર 5889 2198 3025 666
અમરેલી 5008 2612 1559 837
કુલ              135488 54758 51122 27624
(6:39 pm IST)