Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

હવે આઇ.એ.એસ., જી.એ.એસ. કેડરના અધિકારીઓની બદલી

કલેકટર, ડી.ડી.ઓ. સચિવ વગેરે કક્ષાએ મોટા ફેરફાર થશે : વિધાનસભા સત્ર પછી મોટો ઘાણવો કાઢવાની તૈયારી

રાજકોટ તા. ૪ : રાજયમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચુંટણી પુરી થતા સરકાર હવે આઇ.એ.એસ., આઇપીએસ અને જી.એ.એસ. કેડરના અધિકારીઓની બદીનો મોટો ઘાણવો કાઢવા માંગે છે. આચારસંહિતા પુર્ણ થઇ ગઇ છે. ગમે ત્યારે બદલી થઇ શકે છે. પણ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી સત્ર પુર્ણ થયા બાદ એપ્રિલમાં  જ હુકમો થાય તેવો નિર્દેષ સચિવાલયના વર્તુળો આપી રહયા છે.

આઇ.એ.એસ. કેડરમાં બઢતી મેળવનારા અધિક કલેકટરો તેમજ અધિક કલેકટર કક્ષાએ બઢતી મેળવી ચુકેલા નાયબ કલેકટરો લાંબા સમયથી જે તે જગ્યા પર જ કાર્યરત છે. હવે આ બધા બઢતી પછીના અનુરૂપ હોદા પર નિમણુંક મેળવવા પાત્ર છે. સરકાર કક્ષાએ બદલીનો પ્રારંભિક સળવળાટ શરૂ થઇ ગયો છે અનેક જિલ્લાઓના કલેકટરો, ડી.ડી.ઓ., વિભાગના સચિવો વગેરે બદલાશે.

(1:28 pm IST)