Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

ખેડાના આત્રોલી ગામેથી પસાર થતી નર્મદા કેનાલમાં આઠ ફૂટનો મગર દેખાયો : ખેડૂતોમાં ભયનો માહોલ

રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત વન વિભાગની ટીમ મગરનું રેસ્ક્યુ કરવા ઘટનાસ્થળે પહોચી

ખેડાના આત્રોલી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં મગર દેખાયો છે. કેનાલમાં 8 ફૂટનો મગર નજરે ચડતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. મોટાભાગે કેનાલમાંથી થઈ મગર ખેતરમાં આવી પહોચતા હોય છે જેને લઈને ખેડુતો ભયભીત જોવા મળ્યા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત વન વિભાગની ટીમ મગરનું રેસ્ક્યુ કરવા ઘટનાસ્થળે પહોચી ગઈ છે.

(12:37 pm IST)
  • જર્મનીએ કોરોના વાયરસ સામે કાર્યવાહી કરવા માટે દેશમાં વધુ ત્રણ અઠવાડિયા એટલે કે 28 માર્ચ સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય લીધો છે. જો કે, આ સમયગાળા દરમિયાન કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. access_time 4:57 pm IST

  • બ્રાઝિલ અને અમેરિકામાં ફરી કોરોના કેસોમાં ઉછાળો આવ્યો: ભારતમાં પણ અચાનક કેસો વધીને ૧૭ હજારને વટી ગયા: બ્રાઝિલમાં ૭૪ હજાર: યુએસએમાં ૬૬ હજાર: ફ્રાન્સ ૨૬ હજાર: ઈટાલી ૨૦ હજાર: ભારત ૧૭ હજાર નવા કેસ, ૮૯ નવા કેસ, ૧૪ હજાર સજા થાય, ગઈ રાત સુધીમાં ૧૫ હજાર નવા કેસ નોંધાયેલ: જર્મની અને રશિયા ૧૦ હજાર: ઇંગ્લેન્ડ ૬ હજાર, કેનેડા ૨૮૦૦: યુનાઇટેડ આરબ અમીરાત ૨૭૦૦, સાઉદી અરેબિયા ૩૩૧: જ્યારે ચીનમાં ૧૦ ઓસ્ટ્રેલિયા ૧૧ અને હોંગકોંગમાં ૧૪ નવા કોરોના કે આજ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:53 am IST

  • રાજકોટ લોધિકા સંઘના ચેરમેન અને અકિલા ના વરિષ્ઠ સદસ્ય નરેન્દ્રસિંહ જાડેજાએ આજે લીધો કોરોનાની રસી નો પ્રથમ ડોઝ access_time 5:17 pm IST