Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd March 2021

ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના ભત્રીજાએ ગાંધીનગરમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત

અરણ્ય ભવન ખાતે પ્યૂન તરીકે ફરજ બજાવતા પ્રતાપસિંહ રાઠવાએ સેક્ટર-29 ખાતે આપઘાત કર્યો

ગાંધીનગરમાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના ભત્રીજાએ આપઘાત કરી લીધો છે. મોહનસિંહ રાઠવાના ભત્રીજા પ્રતાપસિંહ રાઠવાએ આપઘાત કરી લીધો છે. પ્રતાપસિંહ રાઠવાની ઉંમર 43 વર્ષની હતી. અને સેક્ટર-29 ખાતે તેણે આપઘાત કરી લીધો છે. પ્રતાપસિંહ રાઠવા અરણ્ય ભવન ખાતે પ્યૂન તરીકે ફરજ બજાવતા હતા. મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરના ધારાસભ્ છે

મોહનસિંહ રાઠવાના ભત્રીજા પ્રતાપસિંહ પ્યૂન તરીકે ગાંધીનગરના અરણ્ય ભવનમાં કાર્યરત છે. જોકે, તેમના પરિવારના સદસ્યમાં તેમને એક પુત્રી પણ છે. જેઓ ગઈકાલે રાત્રીના સમયે રૂમમાં આરામ કરવા ગયા બાદ બુધવારે તેમનો મૃતદેહ ગળેફાંસો લાગેલી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા ખૂદ ધારાસભ્ય પણ દોડી આવ્યા હતા

Attachments area

(12:52 am IST)
  • વડોદરાનાં પાદરામાં આવેલી SBI ની એક બ્રાન્ચમાં મેનેજર સહિત એક સાથે 13 કર્મચારી કોરોના સંક્રમિત મળી આવ્યા છે : આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ કોરોના સંક્રમિત મળી આવતા SBI બ્રાન્ચ બંધ કરાઈ access_time 4:58 pm IST

  • મ્યાંમારમાં ભારે હિંસા : 19 પોલીસકર્મી ભાગીને ભારત પહોંચ્યા : માંગ્યું શરણ : આ તમામ મ્યાનમારની સરહદે આવેલા પૂર્વ-પૂર્વ રાજ્ય મિઝોરમના બે જિલ્લા ચંપાઈ અને શેરચિપ થઈને ભારતમાં પ્રવેશ્યા:બધા લોકો નીચલા ક્રમાંકિત પોલીસ અધિકારીઓ : તેઓ ભારતની સરહદ પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ હથિયાર નહોતા access_time 1:13 am IST

  • સ્વીડનમાં આઠ લોકોને છૂરી હુલાવી દેવાઇ: હુમલો કરનાર ઝડપાઈ ગયો: ત્રાસવાદી હુમલો થયાનું મનાય છે access_time 1:14 am IST