Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સુરતના ડુમસ નજીક ભીમપોર ગામે લગ્નમાં ડીજેના ગીતને મામલે બે જૂથ વચ્ચે ધીંગાણું

લાકડી,પાઇપ સાથે બંને જૂથો આમનેસઆમને :ખુરશીઓ,ટેબ્લો અને વાસણોમાં તોડફોડ

 

સુરતના ડુમસ નજીક આવેલ ભીમપોર ગામે એક લગ્ન પ્રસંગમાં ડીજેમાં વાગતા ગીતને લઇને બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું હતું લગ્ન સ્થળે મારીમારી થવાના કારણે લગ્નના મંડપમાં રાખેલી ખુરશીઓ સહિતની અન્ય વસ્તુઓની તોડફોડ કરાઈ હતી લાકડી અને પાઈપ જેવા હથિયારો સાથે બંને ગ્રુપ વચ્ચે મારામારી થઈ હતી.

   મળતી વિગત મુજબ ડુમસ નજીક આવેલા ભીમપોર ગામમાં રહેતા કોળી પટેલ પરિવારના ઘરે લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગે ડીજેમાં વાગતા ગીતો પર ભીમપોર ગામના માછી સમાજના કેટલાક લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. જેના કારણે માછી સમાજના અને કોળી પટેલ સમાજના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી.

  બોલાચાલીની અદાવત રાખીને માછી સમાજના કેટલાક લોકો રવિવારે સાંજે મહિલાઓ સહિત કેટલાક ઇસમો કોળી પટેલ સમાજના વિનસકુમારના ઘરે પહોંચ્યા હતા અને મારામારી શરૂ કરી દીધી હતી. મારામારી દરમિયાન મંડપમાં રાખવામાં આવેલી મોટાભાગની ખુરશીઓ, ટેબલો અને વાસણોની તોડફોડ કરવામાં આવી હતી.

બાબતે કોળી સમાજના વિનસકુમારે માછી સમાજના 8 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી, ત્યારે બીજી તરફ માછી સમાજના સરજુ જાપાને વરરાજા સહિત 9 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.

(11:56 pm IST)