Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

હિમના ભયજીપુરા નજીક આઇશર હડફેટે એક જ પરિવારના ચાર સભ્યોને ગંભીર ઇજા

અહિમા:શહેરના ભયજીપુરા ખાતે રહેતા ફરિયાદી ભારતસિંહ નટવરસિંહ ચાવડાના સંબંધીના પુત્રનું ગઈકાલે લગ્ન હોય તેમના ફોઈનો છોકરો રમેશભાઈ ફતેસિંહ પરમાર પત્ની કપીલાબેન પુત્રીઓ પ્રીયાંશી તથા મનસ્વીને પોતાની થ્રી વ્હીલ ટેમ્પી નંબર જીજે-૦૬, એડબલ્યુ-૪૬૯૬માં બેસાડીને આવ્યા હતા અને બે વાગ્યાના સુમારે પરત જતા હતા ત્યારે અહીમા સાવલી રોડ ઉપર પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા આઈશર ટેમ્પા નંબર જીજે-૨૦, વી-૧૮૮૬એ ટક્કર મારતાં ટેમ્પી રોડ સાઈડની ગટરમાં પલ્ટી ખાઈ ગઈ હતી જેમાં સવાર ચારેયને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતીઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામંાં આવતા તેઓ આવી ચઢ્યા હતા અને ઘવાયેલા ચારેયને સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

 

(6:28 pm IST)