Gujarati News

Gujarati News

News of Monday, 4th March 2019

સાબરમતી નદીમાં ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિમાં પોલીસે 16 ડમ્પર ઝડપી પાડ્યા

ગાંધીનગર: જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં ગેરકાયદે રેતીખનનની પ્રવૃત્તિ ખુબજ વધી ગઇ છે ત્યારે આજે વહેલી પરોઢે ભુસ્તર તંત્રના ફ્લાઇંગ સ્ક્વોર્ડે દરોડો પાડીને અનોડિયા ગામ પાસે સાબરમતી નદીમાં ગેરકાયદે રેતીખનન કરતા ૧૬ ડમ્પર બે જેસીબી ઝડપી લીધા હતા. જો કે, રેતીચોરો ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. સંદર્ભે ભુસ્તર તંત્ર દ્વારા ગુન્હો નોંધીને તજવીજ શરૂ કરવામાં આવી છે

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ગેરકાયદે રેતીખનનની પ્રવૃત્તિ અટકાવવા માટે જિલ્લા ભુસ્તર તંત્ર દ્વારા નામ પુરતી કાર્યવાહી કરવામાં આવે છે ખાસ કરીને રાત્રીના સમયે નદીમાં રેતી ચોરો દ્વારા બેફામરીતે રેતીની ચોરી કરવામાં આવતી હોય છે.

(6:26 pm IST)